Devbhumi Dwarka : ડેમમાં ગાબડા પડતા ગ્રામજનોએ તંત્રને જગાડવા ડેમ પર હવન કરી નવતર પ્રયોગ હાથ ધર્યો

|

Jul 10, 2021 | 8:26 AM

જામખંભાળીયા નજીક સામોરીયા ડેમમાં ગ્રામજનોએ ડેમ પર હવન કરી તંત્રને જગાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ડેમના ગાબડાં અંગે અનેક વાર તંત્રને રજુઆત કરી છે.

Devbhumi Dwarka : જિલ્લાના મુખ્યમથક જામખંભાળીયા નજીક સામોરીયા ડેમમાં (Samaria Dam) ચોમાસા પહેલા ગાબડાં પડયા છે. ડેમના ગાબડાં અંગે અનેક વાર તંત્રને રજુઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ખંભાળિયાના સામોર ગામે આવેલા સામોરીયો ડેમમાં ગાબડા પડ્યા છે. 1987 માં બનેલ સામોરીયો ડેમમાં ગાબડા પડ્યા હોવાથી અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ખેડૂતોએ હવન કર્યો છે.

ગ્રામજનોએ ડેમ પર હવન કરી તંત્રને જગાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ડેમ તૂટે તો આસપાસના ગામોને વ્યાપક નુકસાન થવાનો ભય છે. સામોરીયા ડેમ પર જઈ સ્થાનિકોએ હવન કરી આંધળા તંત્રને જગાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

Next Video