Devbhumi Dwarka : ગોમતી ઘાટમાં ડૂબતી મહિલાનો, સ્થાનિકે બચાવ્યો જીવ

|

Jul 07, 2021 | 7:53 AM

ગોમતી ઘાટમાં ( Gomti ghat ) પવિત્ર જળ લેવા ગયેલી મહિલાનો પગ લપસતા ડૂબ્યા હતા. પરંતુ સ્થાનિક સ્થાનિક વેપાર કરતા યુવાને ગોમતી ઘાટમાં કૂદી મહિલાને બચાવી લીધી હતી

Devbhumi Dwarka : ગોમતીઘાટમાં (Gomti Ghat) અવારનવાર ડૂબી જવાના બનાવ બનતા હોય છે. થોડા દિવસ પહેલા જ લાલપુરનો એક યુવાન ડૂબી ગયો હતો જેની ભારે જહેમત બાદ લાશ મળી હતી. આ બાદ ફરી એક વાર મહિલા ડૂબી જવાનો બનાવ બન્યો હતો. તંત્રના કોઈ રેસ્ક્યુ ટીમ હાજર ન હોવાથી વધુ એક પ્રવાસીનો જીવ ગોમતી ઘાટ ( Gomti ghat ) કિનારે જોખમાયો હતો.

ગોમતી ઘાટમાં ( Gomti ghat ) પવિત્ર જળ લેવા ગયેલી મહિલાનો પગ લપસતા ડૂબ્યા હતા. પરંતુ સ્થાનિક સ્થાનિક વેપાર કરતા યુવાને ગોમતી ઘાટમાં કૂદી મહિલાને બચાવી લીધી હતી. મહિલાએ જીવ બચાવનાર સ્થાનિક મોતી વેચનાર અશોક નામના વ્યક્તિને 500 રૂપિયા રોકડ આપી સન્માન કર્યું હતું.

Next Video