Devbhoomi Dwarka: અમાસના દિવસે દરિયામાં જોવા મળ્યો કરંટ, ગોમતીઘાટના કિનારે 10 ફૂટ ઉંચા ઉછળ્યા મોજા

અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળતા પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

Devbhoomi Dwarka: અમાસના દિવસે દરિયામાં જોવા મળ્યો કરંટ, ગોમતીઘાટના કિનારે 10 ફૂટ ઉંચા ઉછળ્યા મોજા
Devbhoomi Dwarka
| Edited By: | Updated on: Jun 29, 2022 | 8:59 PM

Devbhoomi Dwarka: અમાસના દિવસે દ્વારકાના દરિયામાં (Dwarka Sea) ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળતા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. જયાં પ્રવાસીઓ દરિયાના મોજાની જોખમી મજા માનતા નજરે પડયા હતા. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં સવાલ થાય છે કે, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ગોમતી ઘાટ પર રેસ્કયુ ટીમ કેમ નથી? તેવા તંત્ર સામે સવાલ ઉભા થાય છે.

જગત મંદિર ખાતે યોજાશે રથયાત્રા

દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે રણછોડ રાયની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિરમાં અષાઢી બીજ ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારાદાર પૂજારીથી માંડીને ભાવિક ભક્તો, દેવસ્થાન સમિતિના કર્મચારીઓ અને સ્થાનિક દર્શનાર્થીઓથી માંડીને પ્રવાસીઓ -તમામ આ દર્શનનો લ્હાવો લઈ શકશે.

રથયાત્રા નિમિત્તે ભગવાનને મંદિર સંકુલની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આ રથયાત્રાની તૈયારીઓ માટે બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રા નિમિત્તે દ્વારિકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય વાઘાનો શણગાર કરવામાં આવતા હોય છે તેમજ રથમાં બિરાજમાન કરાવીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે.

આ દિવસે ભગવાનને વિશેષ થાળ પણ ધરાવવામાં આવે છે. ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન ભક્તજનો વિના ફક્ત પૂજારી પરિવારે જ દ્વારિકાધીશની રથયાત્રા સંપન્ન કરી હતી. ત્યારે આ વર્ષે ભક્તજનો રથયાત્રના દર્શન કરવા આતુર છે. જગત મંદિર ખાતે યોજાતી રથયાત્રાના દર્શન માટે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવતા હોય છે ત્યારે પ્રવાસીઓ દ્વારકાથી બેટ દ્વારકા દર્શન કરવા જવા ઇચ્છતા હોય છે જો કે દરિયામાં કરંટને પગલે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવતા પ્રવાસીઓ બેટ દ્વારકા જઈ શકયા નહોતા.

Published On - 8:58 pm, Wed, 29 June 22