DEVBHUMI DWARAKA : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે દ્વારકા જગતમંદિર પર ધ્વજારોહણ કરાશે

|

Jul 22, 2021 | 9:07 AM

દેવભૂમિ દ્વારકામાં થોડાક દિવસ પહેલા જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને મંદિરના શિખર પર ધ્વજા પર વીજળી પડી હતી. વિજળી પડતા ધ્વજા ખંડિત થઇ હતી, પણ મંદિરના શિખરને નુકસાન પહોચ્યું નથી.

DEVBHUMI DWARAKA : મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દેવભૂમિ દ્વારકાના પ્રવાસે છે. ગઈકાલે 21 જુલાઈના રોજ તેમણે શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચની સમીક્ષા કરી હતી સાથે તેઓએ અહીં વિકાસના કામો અંગે પણ વાત કરી હતી. શિવરાજપુર બીચ પર 20 કરોડના કામો ચાલી રહ્યા છે જ્યારે 80 કરોડના વિકાસ કામોના ટેન્ડર પ્રક્રિયાથી થશે જેનાથી બીચના કામોને વેગ મળશે.

શિવરાજપુર બીચની મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રી રોકાણ કર્યા બાદ આજે 22 જુલાઈએ મુખ્યપ્રધાન રૂપાણી (CM Vijay Rupani) દ્વારકાધીશના દર્શન કરી જગતમંદિર પર ધ્વજા ચડાવશે.તેમણે જણાવ્યું હતું કે હાલમાં દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર વિજળી પડી હતી, તેને લઈ ખાસ ભગવાન દ્વારકાધીશ ને ધ્વજા ચડાવવા આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં થોડાક દિવસ પહેલા જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને મંદિરના શિખર પર ધ્વજા પર વીજળી પડી હતી. વિજળી પડતા ધ્વજા ખંડિત થઇ હતી, પણ મંદિરના શિખરને નુકસાન પહોચ્યું નથી.

Published On - 9:07 am, Thu, 22 July 21

Next Video