અયોધ્યામાં રામલલ્લા બાદ હવે ભગવાન કૃષ્ણની દ્વારકાનો નંબર, PM મોદી આ લાંબી રાહનો લાવશે અંત

|

Feb 07, 2024 | 7:08 PM

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભગવાન કૃષ્ણના શહેર દ્વારકામાં લાબા સમયથી એક રાહ જોવામાં આવી રહી છે તે પૂર્ણ થશે. વડાપ્રધાન સો કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. દ્વારકા ઘણા સમયથી આ પુલની રાહ જોઈ રહ્યું હતું.

અયોધ્યામાં રામલલ્લા બાદ હવે ભગવાન કૃષ્ણની દ્વારકાનો નંબર, PM મોદી આ લાંબી રાહનો લાવશે અંત

Follow us on

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે.

બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દ્વારકા શહેરની સેંકડો વર્ષો જૂની રાહનો અંત લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ ઉદ્ઘાટન માટે તૈયાર છે. અરબી સમુદ્ર પર બનેલ આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકશે. હાલમાં અહીં પરિવહન ફેરી બોટ દ્વારા થાય છે.

દ્વારકા શહેરને શણગારવામાં આવી રહ્યું છે

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારકા શહેરમાં આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિગ્નેચર બ્રિજ જ્યાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તેના પુલ પર ગીતાના શ્લોકો ધરાવતા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે પણ જાણી શકશે. આને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે

સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં, દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ દ્વારકાનો વિકાસ થઈ રહ્યો છે. PM મોદી દ્વારકાની મુલાકાત પહેલા અબુધાબી પણ જવાના છે. ત્યાં તેઓ BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

શું છે આ બ્રિજની ખાસિયત?

2320 મીટર લાંબો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણા વધુ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો: PM મોદીનું એક ભાષણ અને સરકારી શેરમાં થઈ 24 લાખ કરોડની કમાણી, જાણો તે શેર વિશે

Next Article