Devbhumi Dwarka: જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના 16 કેસ નોંધાયા અને એક દર્દીનું મોત

|

May 26, 2021 | 9:47 AM

કોરોના બાદ કોઈ રોગ હાલ ચર્ચામાં હોય તો તે મ્યુકોરમાઈકોસિસ છે. દેવભૂમી દ્વારકા જિલ્લામાં જ મ્યુકોરમાઈકોસિસના 16 જેટલા કેસ સામે આવ્યા છે.

કોરોના બાદ કોઈ રોગ હાલ ચર્ચામાં હોય તો તે મ્યુકોરમાઈકોસિસ છે. દેવભૂમી દ્વારકા જિલ્લામાં જ મ્યુકોરમાઈકોસિસના (Mucormycosis) 16 જેટલા કેસ સામે આવ્યા છે. ખંભાળીયા તાલુકામાં 9 કેસ, ભાણવડ તાલુકામાં 5 કેસ, કલ્યાણપુર તાલુકામાં 2 કેસ સામે આવ્યા છે. બીજી તરફ મ્યુકોરમાઈકોસિસથી એક દર્દીનું મોત પણ થયું છે.

જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના (Mucormycosis) દર્દીઓ માટે સારવાર અને વોર્ડ ન હોવાથી તમામ દર્દીઓને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસ માટે અલગ વોર્ડ બને તે અંગની જરૂરીયાત ઉભી થઈ છે.

રાજ્યના 6 શહેર-જિલ્લામાં ગઇકાલે મ્યુકોરમાઇકોસિસના 82 નવા કેસો સાથે 5 દર્દીના મોત નિપજ્યા છે. વિગતવાર વાત કરીએ તો રાજ્યના સુરતમાં મંગળવારે વધુ 17 નવા કેસ સાથે 3 દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસિસથી થયાં છે. વડોદરામાં (Vadodara) મ્યુકરના વધુ 19 નવા કેસ સાથે 2 દર્દીના મોત નિપજ્યા છે.

અમદાવાદના (Ahmedabad) સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં મંગળવારે બ્લેક ફંગસ (Black Fungus) વધુ 27 નવા કેસ નોંધાયા. જ્યારે વલસાડમાં (Valsad) મ્યુકરના વધુ ચાર નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 22 થઇ છે. કચ્છમાં (Kutch) મ્યુકરના વધુ 13 નવા કેસ નોંધાયા, જેમાં 7 દર્દી કોવિડ અને પાંચ દર્દી નોન કોવિડ હતા.

મંગળવારે જામનગરમાં નવા બે કેસ નોંધાતા મ્યુકરના કુલ કેસની સંખ્યા 116 થઇ છે. અત્યારસુધી જામનગરમાં 4 લોકોને આ રોગ ભરખી ગયો છે. રાજકોટ સિવિલમાં કોરોના કરતા મ્યુકરના કેસ બમણાથી પણ વધારે છે. જેના કારણે રાજકોટમાં મ્યુકરથી બચવા માટે ગામે ગામ નાક સાફ અભિયાન શરૂ કરાયું છે. જેમાં 700 આરોગ્ય કર્મીઓને તાલીમ અપાઈ છે.

આ તરફ અમદાવાદ સિવિલમાં મ્યુકરના 439 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે, એક જ દિવસમાં 20 થી વધુ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ સિવિલમાં કુલ 356 સર્જરી થઇ ચૂકી છે, તો 130 જેટલા દર્દીઓ તો ઓપરેશન માટે અત્યારે વેઈટિંગ છે. મ્યુકર દર્દીઓને ખાવા લાયક પણ નથી છોડ્યા. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધી 81 ના દાંત-દાઢ-જડબા-તાળવા દૂર કરાયા છે.

Next Video