Devbhumi Dwarka : લાંબામાં સામાજિક અગ્રણીએ કોવિડ સેન્ટર શરૂ કરી માનવતાની મહેક ફેલાવી

|

May 15, 2021 | 9:56 AM

એક બાજુ ગ્રામ્યવિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. કોરોના સંક્ર્મણને ઘટાડવા માટે સરકાર તો મહેનત કરી રહી છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા છે.

Devbhumi Dwarka : એક બાજુ ગ્રામ્યવિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. કોરોના સંક્ર્મણને ઘટાડવા માટે સરકાર તો મહેનત કરી રહી છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે એક સામાજિક અગ્રણીએ ઓક્સિજન બેડ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરી માનવતાની મહેક ફેલાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે આહીર સમાજની વાડીમાં 10 ઓક્સીજન બેડ સાથેની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આહીર સમાજના અગ્રણી દેવસીભાઈ ચેતરિયા દ્વારા લાંબા ગામ તેમજ આસપાસના વિસ્તાર માટે આ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

ઓક્સિજન વિના પરેશાન થતા દર્દીઓ માટે એક સેવાકીય ભાવના સાથે આ કોવિડ સેન્ટર શરૂ થતાં ગરીબ પરિવાર માટે આ કોવિડનો વિના મૂલ્યે લાભ મળશે. શુક્રવારે  લાંબા આહીર સમાજની વાડી ખાતે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ભાજપ કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં આ કોવિડ સેન્ટર આજે શરૂ કરવામાં આવ્યું હતું

નોંધનીય છે કે, લાંબા ખાતે આજે શરૂ થયેલા 10 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી  છે. આ જિલ્લાનું એક માત્ર એવું કોવિડ સેન્ટર છે જ્યાં 10 ઓક્સીજન બેડ સાથેની સુવિધા સાથેનું આ કોવિડ સેન્ટર શરૂ થતાં સ્થાનિક તેમજ આસપાસના કોરોના દર્દીઓ માટે આ ઓક્સીઝન કોવિડ સેન્ટર સંજીવની સાબિત થશે ગામડાઓમાં આવા સામાજિક અગ્રણીઓના સેવાભાવથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂતાઈથી લડી શકાશે.

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત દ્વારા તમામ સુવિધાઓ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી સાથે જ કોવિડ કેર સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે અને પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક જામખંભાળિયામાં પણ જીલ્લાવાસીઓને જામનગર સુધી ધક્કો ના ખાવો પડે તે માટે RTPCR લેબ શરૂ કરવામાં આવી છે. ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં એક માઈક્રો બાયોલોજીસ્ટ અને 6 લેબ ટેકનિશિયનની ટીમ 24 કલાક કાર્યરત રહેશે જેથી એનો સીધો જ ફાયદો દ્વારકા જિલ્લાના લોકો ને મળે અને વહેલી તકે લોકો ની સારવાર શરૂ કરી શકશે.

Next Video