Devbhumi Dwarka : બેન્કની બહાર લાઈન, સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા

Devbhumi Dwarka : એકબાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાને લઈને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોએ કોરોનાથી બચવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.

Devbhumi Dwarka : બેન્કની બહાર લાઈન, સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા
બેન્ક ઓફ બરોડા
| Edited By: | Updated on: May 10, 2021 | 4:41 PM

Devbhumi Dwarka : એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાને લઈને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોએ કોરોનાથી બચવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આજે દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા હતા.ત્રણ દિવસ બાદ બેન્ક ખુલતા બેન્ક બહાર લાંબી લાઈન જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં આવેલ બેન્ક ઓફ બરોડા બહાર સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લે આમ લીરેલીરા ઉડયા છે.

દ્વારકામાં શાક માર્કેટ ચોક પાસે આવેલ બેન્ક ઓફ બરોડા બહાર લાંબી લાઈન જોવા મળી હતી. રજાના દીવસો બાદ કરતા અંદાજીત પાંચેક દિવસથી બેન્ક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો દ્વારકાની જનતાને કોઈ ડર જ ના હોય એમ નિયમનું પાલન ના કરતા નજરે ચડયા હતા. તો બીજી તરફ બેન્ક ઓફ બરોડાના અધિકારીઓએ કોરોનાની ગંભીરતા ન લીધી હોય અને બેન્ક બહાર સરકારની ગાઇડ લાઇન મુજબ ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.