દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી

|

Dec 18, 2020 | 7:38 PM

દેવભૂમિદ્વારકારના કુરંગા ગામમાં આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદૂષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે. RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. કંપની ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત […]

દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી

Follow us on

દેવભૂમિદ્વારકારના કુરંગા ગામમાં આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદૂષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે.

RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. કંપની ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ખેતરોમાં ખેતી થઈ શકે તેવું રહ્યું નથી. દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદૂષણ બોર્ડને ફરિયાદો કરી છતાં અધિકારીઓ કંપની સામે પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય, તેવું લાગી રહ્યું છે.

RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી છે. ત્યારે આ મામલે ખેડૂતોએ મામલતદારના હુકમ સામે પ્રાંત કચેરી દ્વારકા ખાતે રિવિઝન અરજી કરી હતી જે પ્રાંત અધિકારીએ નામંજુર કરતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આંતરિક રસ્તા અને રાજમાર્ગ અબાધિત હક્ક હોવા છતાં નીતિ નિયમો નેવે મૂકી તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

Next Article