DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો

|

Aug 11, 2021 | 6:40 AM

સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો.

DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો
DEVBHUMI DWARKA : Complaint filed in court against 3 constables for beating a minor in police custody

Follow us on

DEVBHUMI DWARKA : જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીર યુવકને માર મારવાના મામલે કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે. 22 દિવસ પહેલા પોલીસની કસ્ટડીમાં આ યુવાનને માર મારવામાં આવ્યો હતો. પીએસઆઇ સહિત અન્ય 3 કોન્સ્ટેબલ દ્વારા માર મારતા ભોગ બનનાર સગીરે કોર્ટમાં ફરિયાદ કરી હતી. સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો. માર મારવાનો બનાવમાં સગીર યુવકને ન્યાય ન મળતાં સાહિત્યકાર રાજભા ગઢવીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.રાજભા ગઢવીએ કહ્યું કે સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ.પરિવાર દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલ સામે કડકમાં કડક સજાની માંગ કરવમ આવી છે. આ સાથે જ આવનારા દિવસોમાં પરિવારને ન્યાય ન મળેતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Article