GUJARAT : કોરોનાની બીજી લહેરમાં 91 ટકા કેસો ડેલ્ટા વેરીએન્ટના હતા, કેન્દ્રના રીપોર્ટમાં થયો ખુલાસો

|

Jul 20, 2021 | 12:31 PM

આ રીપોર્ટ માટે અમદાવાદ(Ahmedabad) માંથી 174 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 158 એટલે કે 91 ટકા સેમ્પલમાં કોરોનાનો ડેલ્ટા વેરીએન્ટ હોવાનું જાણવા મળેલું છે.

GUJARAT : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Ministry of Health) ના એક રીપોર્ટમાં ખુલાસો થયો છે કે કોરોનાની બીજી લહેર (second wave of corona) દરમિયાન ગુજરાતમાં 91 ટકા કેસો પાછળ ડેલ્ટા વેરીએન્ટ (Delta variant) જવાબદાર હતો. આ રીપોર્ટ માટે અમદાવાદ(Ahmedabad) માંથી 174 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 158 એટલે કે 91 ટકા સેમ્પલમાં કોરોનાનો ડેલ્ટા વેરીએન્ટ હોવાનું જાણવા મળેલું છે. જયારે દેશમાં 80 ટકા કેસોમાં ડેલ્ટા વેરીએન્ટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ માહિતી કોવીડ ટાસ્કફોર્સના ડો.એન.કે.અરોરા ( Dr. NK Arora ) દ્વારા આપવામાં આવી છે . હાલમાં બ્રિટેન, અમેરિકા, સિંગાપોર સહીત દુનિયાના 80 થી વધુ દેશોમાં ડેલ્ટા વેરીએન્ટની હાજરી છે.

Next Video