પંચમહાલના ઘોઘંબામાં દીપડાની દહેશત, 10 દિવસમાં દીપડાએ કર્યા 7 હુમલા

|

Dec 18, 2020 | 7:07 PM

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાએ દહેશત ફેલાવી છે. ઘોઘંબાના જંગલમાં દીપડાની સંખ્યા વધતા દીપડા હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. ઘોઘંબા તાલુકાના કાંટાવેડા, પીપળીયા, ગોયાસુન્ડલ, જબુવાનીયા જેવા ગામોમાં છેલ્લા 10 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ આ વિસ્તારમાં 7 જેટલા હુમલા કર્યા છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે 3થી વધુને ઈજા પહોંચી […]

પંચમહાલના ઘોઘંબામાં દીપડાની દહેશત, 10 દિવસમાં દીપડાએ કર્યા 7 હુમલા

Follow us on

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાએ દહેશત ફેલાવી છે. ઘોઘંબાના જંગલમાં દીપડાની સંખ્યા વધતા દીપડા હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. ઘોઘંબા તાલુકાના કાંટાવેડા, પીપળીયા, ગોયાસુન્ડલ, જબુવાનીયા જેવા ગામોમાં છેલ્લા 10 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ આ વિસ્તારમાં 7 જેટલા હુમલા કર્યા છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે 3થી વધુને ઈજા પહોંચી છે. તો પશુઓ પર હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. રાજયકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર તેમજ કલેકટરને આવેદનપુત્ર આપ્યું છે. સાથે જ રાત્રે નહીં દિવસે વીજળી આપવા માગ કરી છે. તો વન વિભાગ દ્વારા મૃતકના પરિવારને વળતર આપવામાં આવ્યું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

બીજી તરફ આ વિસ્તારમાંથી માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી છે. વન્ય અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લઈને દીપડાના પકડવા માટે રણનીતિ ઘડી છે. વન વિભાગ દ્વારા 9 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ ગૂગલ મેપની મદદથી દીપડાના આવન જાવન અંગેની માહિતી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં વન વિભાગ દ્વારા 100થી વધુ વન કર્મચારીઓ જોડાયા છે.

Published On - 7:06 pm, Fri, 18 December 20

Next Article