અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વેવાઈ મુળ ગુજરાતી છે. તેની પુત્રી માહરુફનું વડ સસરા ગુજરાતી હતા. પુત્રીના વડ સસરા એટલે કે દાઉદના જમાઈના દાદા અમદાવાદ અને વડોદરામાં પોલીસ કર્મી રહી ચૂક્યા છે. એટલે કે તેઓ અમદાવાદમાં પોલીસ તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે.
ડોન પુત્રી માહરુફના લગ્નને 17 વર્ષનો સમય વિતી ચૂક્યો છે. પુત્રીના સાસરી પક્ષનું મૂળ ગુજરાતમાં રહેલું છે. ઉત્તર ગુજરાતના જાણીતા શહેર પાલનપુરથી તેમનો સીધો સંબધ છે. માહરુખના પતિનો પરિવાર અમદાવાદ અને વડોદરામાં પણ રહી ચૂક્યો છે. જોકે પરિવારનું મૂળ નિવાસ પાલનપુર હતો.
વાંચીને નવાઈ જરુર લાગી હશે. પરંતુ હા, બીલકુલ સાચી વાત છે. ડોન દાઉદ ઈબ્રાહિમની પુત્રી માહરુખ ઈબ્રાહિમના લગ્ન વર્ષ 2006માં જુનૈદ મીયાંદાદ સાથે થયા હતા. જમાઈ જુનૈદના દાદા મૂળ વતની ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનો નિવાસી હતો. પરંતુ તેમનો પરિવાર બાદમાં પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો.
જમાઈ જુનૈદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનો પુત્ર છે. જાવેદ મીયાંદાદનો પરિવાર તેમના જન્મ પહેલા જ પાકિસ્તાનમાં આવી પહોંચ્યો હતો. જ્યાં કરાચીમાં જાવેદ મીયાંદાદનો જન્મ 1957માં 12 જૂને થયો હતો. મીયાંદાદના પિતા નૂર મોહમ્મદ પાલનપુરના વતની હતા. નૂર મોહમ્મદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા હોવાની વિગતો મીડિયા રિપોર્ટ્સ મુજબ છે. સાથે જ તેઓ નવાબ માટે રમતો માટે સ્પોર્ટ્સ ક્લબની દેખરેખ રાખતા હતા.
જાવેદ મીયાંદાદનો પરિવાર મોટો હતો. તેઓ 7 ભાઈ અને બહેન હતા. તેમાંથી ત્રણ ભાઈઓ પાકિસ્તાનમાં પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમી ચૂક્યા છે. જ્યારે તેનો ભત્રીજો પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યો છે. મીયાંદાદે 1981માં તાહિરા સેંગોલ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. જેમાંથી જુનૈદ દાઉદ ઈબ્રાહિમનો જમાઈ છે.
દાઉદના પરિવારની વાત કરવામાં આવે તો, તેને ચાર સંતાન હતા, જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હતા. જેમાંથી એક નાની પુત્રીનુ અવસાન થયુ હતું. પુત્રનું નામ મોઈન નવાઝ છે. જ્યારે માહરુખ મોટી પુત્રી છે.
Published On - 5:51 pm, Mon, 18 December 23