દરીયામાં કોસ્ટગાર્ડની કાબીલેદાદ કામગીરી, ડુબી રહેલા કાર્ગો જહાજનાં 12 ક્રૃ મેમ્બરને બચાવી લીધા, જુઓ વિડિયો

ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા જહાજ પર રહેલા 12 ક્રૂ મેમ્બર્સને સહિસલામત રીતે બચાવી લીધા છે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ક્રૂ મેમ્બર ફસાયા હતા. 26 સપ્ટેમ્બરના રોજ MSV કૃષ્ણ સુદામા જહાજ મુદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઈને જીબુતી જવા માટે રવાના થયું હતું, આજ સમયે તટરક્ષક દળનું C-411 જહાજ […]

દરીયામાં કોસ્ટગાર્ડની કાબીલેદાદ કામગીરી, ડુબી રહેલા કાર્ગો જહાજનાં 12 ક્રૃ મેમ્બરને બચાવી લીધા, જુઓ વિડિયો
| Updated on: Sep 28, 2020 | 10:24 AM

ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા જહાજ પર રહેલા 12 ક્રૂ મેમ્બર્સને સહિસલામત રીતે બચાવી લીધા છે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ક્રૂ મેમ્બર ફસાયા હતા. 26 સપ્ટેમ્બરના રોજ MSV કૃષ્ણ સુદામા જહાજ મુદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઈને જીબુતી જવા માટે રવાના થયું હતું, આજ સમયે તટરક્ષક દળનું C-411 જહાજ ઓખાથી જવા માટે રવાના થયું હતું, જ્યાં સમગ્ર બનાવ અંગે જાણ તટરક્ષક દળને થતા તમણે મધ દરિયે રહેલા MV સધર્ન રોબિન જહાજની તાત્કાલિક ધોરણે મદદ લીધી હતી, આમ મધરાતે અને મધ દરિયે સંયુક્ત ઓપરેશન પાર પાડી 12 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા.