Dang: ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં જાણો આ નિયમ નહીં તો થશે કાયદેસર કાર્યવાહી!

Dang: ચોમાસુ પૂર બહારમાં ખીલ્યું છે, ત્યારે લોકો દક્ષિણ ગુજરાત તરફ ફરવા નીકળી પડે છે. ડાંગનું કુદરતી સૌંદર્ય માણવા માટે ગુજરાત સહિત આસપાસના રાજ્યના લોકો ડાંગ પહોંચી જતાં હોય છે

Dang: ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં જાણો આ નિયમ નહીં તો થશે કાયદેસર કાર્યવાહી!
Girmal Water Fall, Saputara (Photo Source : Gujarat Tourism)
| Edited By: | Updated on: Jun 23, 2021 | 11:01 PM

Dang: ચોમાસુ પૂર બહારમાં ખીલ્યું છે, ત્યારે લોકો દક્ષિણ ગુજરાત તરફ ફરવા નીકળી પડે છે. ડાંગનું કુદરતી સૌંદર્ય માણવા માટે ગુજરાત સહિત આસપાસના રાજ્યના લોકો ડાંગ પહોંચી જતાં હોય છે. ચોમાસાની આ સિઝનમાં સાપુતારા (Saputara) પર્યટકોનું હોટ ફેવરિટ છે.

 

ચોમાસામાં લીલોતરી વચ્ચે ખળ ખળ વહેતી નદીઓ, ધોધ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને લોકો ત્યાં પોતાની સેલ્ફી (Selfie) લઈ તે ક્ષણને હંમેશા માટે કેમેરા કેદ કરી લેતા હોય છે. પરંતુ ડાંગ ફરવા જતાં Selfie Loversને નિરાશ કરતાં સમાચાર  સામે આવ્યા છે.

 

ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં જાણવા જેવી અગત્યની માહિતી અહીં અમે આપની સાથે શેર કરી રહ્યા છીએ. ડાંગ જિલ્લા અધિક કલકેટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જિલ્લાના તમામ તળાવ, નદીઓ અને નાના મોટા ધોધ ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ મહત્વનો નિર્ણય ચોમાસા દરમિયાન થતાં અકસ્માતો નિવારવા અને લોકોની સલામતી માટે લેવાયો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી હાથ ધરાઈ

 

આ પણ વાંચો: Vadodara: સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી આંતરરાજ્ય હાઇપ્રોફાઇલ એસ્કોર્ટ સર્વિસનો પર્દાફાશ