VIDEO: ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો

|

Jul 01, 2019 | 10:01 AM

ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો છે. આદિવાસી પરિવારનો દીકરો અવિરાજે 6 ભાઈ અને 5 બહેનોના વિશાળ પરિવારમાં ઉછર્યો છે. આર્થિક તકલીફો વચ્ચે પણ અવિરાજે અભ્યાસ અવિરત ચાલુ રાખ્યો હતો. ગામથી દૂર આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રવેશ મેળવ્યો. અને સખત મહેનત કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પોતાનું અને પરિવારજનોએ […]

VIDEO: ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો

Follow us on

ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો છે. આદિવાસી પરિવારનો દીકરો અવિરાજે 6 ભાઈ અને 5 બહેનોના વિશાળ પરિવારમાં ઉછર્યો છે. આર્થિક તકલીફો વચ્ચે પણ અવિરાજે અભ્યાસ અવિરત ચાલુ રાખ્યો હતો. ગામથી દૂર આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રવેશ મેળવ્યો. અને સખત મહેનત કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પોતાનું અને પરિવારજનોએ સેવેલું સ્વપ્ન સાકાર કર્યું છે. નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ અવિરાજ આર્થિક અભાવ વચ્ચે પણ પોતાની ધગશથી આગળ વધ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 85.68 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

આ પણ વાંચોઃ જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે IIT દિલ્હીમાં પ્રવેશ મેળવી મોટી સિદ્ધી હાંસલ કરી છે. અવિરાજની સફળતાથી તેના સ્વજનો ઉત્સાહિત છે. પિતાએ દિલ્હી જતા પોતાના દિકરા સાથે સંપર્ક જળવાઈ રહે તે માટે સરળ હપ્તેથી સ્માર્ટ ફોન લાવી આપ્યો છે. દિલ્હી IITમાં પ્રવેશ મેળવીને અવિરાજ આગળ વધુ સફળતા મેળવશે. અવિરાજને ઉજ્જવળ ભવિષ્ય માટે તેના શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓએ શુભકામના પાઠવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article