Dandi March: PM MODIનાં આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ સઘન, ગાંધી આશ્રમ ખાતે મુલાકાતીઓને ચેકીંગ બાદ જ પ્રવેશ

|

Mar 12, 2021 | 8:54 AM

Dandi March: PM MODI આજે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. 11 કલાકે વડાપ્રધાનનું અમદાવાદ ખાતે આગમન થશે તે પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. કાર્યક્રમનાં સ્ટેજથી લઈ ગાંધી આશ્ર્મ અને જે પૂલ પર ચાલીને વડાપ્રધાન દાંડીયાત્રાને લીલીઝંડી આપવાનાં છે તે તમામ માર્ગ અને જગ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ

Dandi March: PM MODI આજે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. 11 કલાકે વડાપ્રધાનનું અમદાવાદ ખાતે આગમન થશે તે પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. કાર્યક્રમનાં સ્ટેજથી લઈ ગાંધી આશ્ર્મ અને જે પૂલ પર ચાલીને વડાપ્રધાન દાંડીયાત્રાને લીલીઝંડી આપવાનાં છે તે તમામ માર્ગ અને જગ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. શહેર પોલીસ તથા SPG દ્વારા એરપોર્ટથી ડફનાળા, નારણઘાટ, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધી રિહર્સલ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે સાથે જ આશ્રમની આસપાસ આવેલી સોસાયટી અને ગલીઓની બહાર પણ પોલીસ-બંદોબસ્ત તૈનાત કરાયો છે.

આ તરફ ગાંધી આશ્રમમાં પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે અને આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓને ચેકિંગ કરી પ્રવેશ અપાશે તો આશ્રમના બંને ગેટ પર પોલીસ કાફલો તૈનાત કરાયો છે સાથે જ સભા સ્થળ પર પણ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે..

 

Next Video