Dahod : મેઘરાજા મનમુકીને બે કલાક વરસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી ગયા પાણી

|

Jul 25, 2021 | 3:21 PM

દાહોદમાં મેઘરાજા બે કલાક સુધી મન મુકીને વરસ્યા છે. પણ આ વરસાદ નીચાણવાળા વિસ્તારો માટે આફત બનીને આવ્યો છે.

Dahod : મેઘરાજા મનમુકીને બે કલાક વરસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી ગયા પાણી
Rain water enters residences of low lying areas in Dahod

Follow us on

Dahod : રાજ્યભરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે તે મુજબ રાજ્યના કુલ 147 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે તો વલસાડના કપરાડામાં 3 ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. વાત કરીએ દાહોદની તો દાહોદમાં મેઘરાજા બે કલાક સુધી મન મુકીને વરસ્યા છે. પણ આ વરસાદ નીચાણવાળા વિસ્તારો માટે આફત બનીને આવ્યો છે. દાહોદમાં બે કલાક પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં ઢીંચણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Next Article