Dahod : આડાસંબંધનો કાતિલ અંજામ આવ્યો હોવાની ઘટના બની, પતિએ બહારવાળીને લાવવા ઘરવાળીને જ પતાવી દીધી, જુઓ Video

|

Jun 06, 2023 | 10:33 PM

દાહોદમાં એક એવી ઘટના બની હતી જેમાં દંપતિએ લૂટની કહાની બનાવી પોતની જ ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. ઘટના બાદ બે દિવસ સુધી પતિ બેભાન રહ્યો હતો. આ વાતને લઈ ડોક્ટર પણ મુંઝવણમાં હતા.

Dahod : આડાસંબંધનો કાતિલ અંજામ આવ્યો હોવાની ઘટના બની, પતિએ બહારવાળીને લાવવા ઘરવાળીને જ પતાવી દીધી, જુઓ Video

Follow us on

Dahod: ધોળા ખાખરા ગામના શૈલેષ ડામોર તેમની પત્ની લલીતા સાથે બાઈક પર સુથારવાસા ગામે જઈ રહ્યા હતા. મોટી મોવડી નજીક પોતાનીજ પત્નીનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના બની છે. શૈલેષ અને તેની પત્ની પર જીવલેણ હુમલો કર્યો. હોવાની પોકળ વાત ફરિયાદ માં પતિ એ કરી હતી. અને કહ્યું લુટારુઑએ અમારી પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટારુઓએ કરેલા જીવલેણ હુમલામાં શૈલેષની પત્ની લીલાનું મોત થયું હતું તો શૈલેષ ગંભીર રીતે ઘાયલ અને બેભાન થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તમામ વાત ઘટના બાદ ભોગ બનનાર પત્નીના પતિએ હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ જણાવી હતી.

તો લૂંટ વિથ મર્ડરની ઘટનાની જાણ થતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ હતી. FSL ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી. બનાવ સ્થળેથી થોડે દુર લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. જો આ લૂંટ વિથ મર્ડરની ઘટના હોય તો પછી તમામ દાગીના કેમ મળી આવ્યા. જોકે આ તમામ વાત સામે આવ્યા બાદ પણ પોલીસ શૈલેષ ડામોર ભાનમાં આવવાની રાહ જોઇ રહી હતી અને ત્યારે જ પોલીસને ડોક્ટરો પાસેથી જાણવા મળ્યું કે શૈલેષના બેભાન હોવાનું કોઇ કારણ નથી. આ ઘટના બાદ શૈલેષને ભાનમાં લાવ્યો અને લૂંટ વિથ મર્ડરના તરકટનો પર્દાફાશ કર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપી શૈલેષએ પૂછપરછમાં જણાવ્યુ હતું કે પોતાના ગામની જ રસીકા ડામોર સાથે તેને આડાસંબંધો બંધાયા હતા શૈલેષ અને રસીકા એક બીજાને પ્રેમ કરતા હતા અને અવાર નવાર મળતા હતા. જેની જાણ પત્ની લલીતાબેન ને થઈ જતા પતિ પત્ની વચ્ચે આ બાબતે વારંવાર ઝગડા પણ થતા હતા. તો શૈલેષ હવે પોતાની પ્રેમીકા રસીકા સાથે રેહવા માંગતો હતો, પણ પત્ની લલીતા પ્રમ સંબંધમાં કાટા જેમ ખુચતા હતા. જેથી આ પ્રેમી પંખીડાએ લલીતા નામના આ કાટાને દુર કરવા શાતિર પ્લાન બનાવ્યો. ગત 3 જુન ના રોજ પત્ની લલીતા ને મોટરસાયકલ ઉપર સંબધીના ત્યાં લઇ ગયો અને પરત આવતા સમયે મોટી મોવડી ગામ સુનસાન વિસ્તારમાં મોટરસાયકલ પરથી પત્નીને પાડી ગળુ દબાની હત્યા કરી અને પોલીસથી બચવવા પોતાના સાથે લુંટ થઈ હોવાના દ્રશ્યો ઉભા કર્યા.

આ પણ વાંચો : સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video

પતિ, પત્ની અને વોના આ કિસ્સામાં નિર્દોષ પત્ની રામ રમી ગયા છે. જ્યારે તેનો હત્યારો પતિ અને તેની પ્રેમિકા જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે. જે રીતે હત્યારા પતિ શૈલેશે પત્નીની હત્યાને અંજામ આપ્યો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો તેનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો પત્નીની હત્યા બાદ પોલીસના સવાલો જવાબોથી બચવા થયો બેભાન પણ પોલીસ શૈલેષ ભાનમાં લાવી કરી દીધો તેના કાતિલ પ્લાનનો પર્દાફાશ થયો છે. હાલ તો દાહોદ પોલીસે હત્યારા પતિ શૈલેષ ડામોર અને તેની પ્રેમિકા રસીકાની ઘરપકડ કરી તેઓ સામે અલગ અલગ કલમો એઠળ ગુનો નોંધી કાયદેસરની કાયવાહી શરુ કરી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article