ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હવે વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવવાના છે. તેઓ દાહોદ (Dahod) માં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા દાહોદમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. PM મોદીની મુલાકાતને લઇ સુરક્ષા સઘન કરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદી 20 એપ્રિલે દાહોદના ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે PMની મુલાકાતને લઇને વહીવટ તંત્ર તૈયારીમાં લાગ્યુ છે. રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓેએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસી સમાજના સંમેલનમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીતના જીલ્લામાંથી 3 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઉપરાંત ગઈ કાલે દાહોદ જીલ્લા ભાજપ દ્વારા સક્રિય કાર્યકરોનુ સંમેલન કેબિનેટ પ્રધાન અર્જુન ચૌહાણ અને વિધાનસભાના દડંકની ઉપસ્થિતિમાં યોજવામા આવ્યું હતું જેમા આવનાર વિધાનસભાની ચૂંટણી તથા 20 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તો દરેક કાર્યકરતાઓ આજથી કામે લાગી જવા કેબિનેટ પ્રધાનએ આહવાન કર્યું હતું.
સક્રિય કાર્યકરતા સંમેલનમાં 2800થી વધુ કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામને આવનાર વિધાનસભાની જીલ્લાની 6 વિધાનસભા સીટ ભાજપાના ઉમેદવાર જીતે તે માટે આંતરીક વિખવાદોથી અગળા રહી ઉમેદવારોને જીતે તેવા પ્રયાસો કરવા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat: BJPએ બાળકો માટે ખાસ ચોકલેટ લોન્ચ કરી, કવર પર મોદીના ફોટા સાથે કમળ પણ મૂક્યું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો