DAHOD : કોરોનાની સંભાવિત ત્રીજી લહેરને પહોંચી વળવા દાહોદ શહેર-જિલ્લામાં 948 ઓક્સિજન બેડ તૈયાર

|

Jul 25, 2021 | 9:53 AM

દાહોદ શહેરના CHC માં 348 અને જિલ્લાના 99 PHCમાં 600 ઓક્સિજન બેડ સાથે પ્રાથમિક સારવાર અને દવાઓ સાથે સજ્જ બનાવામાં આવ્યા છે.

DAHOD : કોરોનાની સંભાવિત ત્રીજી લહેરની સાવચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. કોરોના સામે સાવચેતી અને રસીકરણ એકમાત્ર ઉપાય છે, પણ દાહોદ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછુ હોવાના કારણે અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ વેક્સિનેશનને લઇ ધણી ખરી અંધશ્રદ્ધાઓ જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી વેવને પહોંચી વળવા અને સ્થાનિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી જિલ્લાની દાહોદ CHC માં કુલ 348 જેટલા ઓક્સિજન બેડ તૈયાર રાખવામા આવ્યા છે, જ્યારે જિલ્લાની 99 જેટલી PHCમાં 600 ઓક્સિજન બેડ સાથે પ્રાથમિક સારવાર અને દવાઓ સાથે સજ્જ બનાવામાં આવ્યા છે.

Published On - 9:31 am, Sun, 25 July 21

Next Video