Dahod: ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ ગરીબોને 26 હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ અપાયાઃ મુખ્યમંત્રી

|

Feb 24, 2022 | 5:20 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં ‘હવે ગરીબીમાં નથી જ રહેવું’ એવું સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે.

Dahod: ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ ગરીબોને 26 હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ અપાયાઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ દાહોદથી ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

Follow us on

મુખ્યમંત્રીએ દાહોદથી ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી  (Chief Minister) ભુપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela) ના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં ‘હવે ગરીબીમાં નથી જ રહેવું’ એવું સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગરીબ-દરિદ્રનારાયણને ગરીબીમાંથી બહાર લાવી આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી આ ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓના 11 તબક્કા દ્વારા 1530 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ દરિદ્રનારાયણ, જરૂરતમંદ લોકોને ર૬ હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ હાથોહાથ પહોચાડવામાં આવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

દાહોદ (Dahod) ના ગરીબ કલ્યાણ મેળામાં 68500 થી વધુ લાભાર્થીઓને અંદાજે 380 કરોડના લાભ સહાય આ 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાથી આપવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ કોઇ પર દયા દાન, ઉપકાર કે મદદ નો ભાવ નહિ પણ, જેના હક્કનું છે તેને આપવાનો સેવાયજ્ઞ છે. સાચો રહિ ન જાય અને ખોટો લઇ ન જાય તેની પૂરતી તકેદારી સાથે ગરીબોને શોધી તેમને હાથોહાથ સહાય-લાભ પહોચાડવા સમગ્રતંત્ર પ્રેરિત થયું છે. ભુપેન્દ્ર પટેલે ડંકાની ચોટ ઉપર કહ્યું કે, ગરીબોના નામે જેમણે વર્ષો સુધી રાજકીય રોટલા શેક્યા, ગરીબને વોટબેંકની રાજનીતિ જ બનાવી રાખ્યા. તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અપનાવેલી વિકાસની રાજનીતિની સમજ જ ના હોય. ગુજરાતમાં પાછલા અઢી દાયકાથી અને દેશભરમાં ૨૦૧૪ થી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે.

જનધન યોજના, ગરીબ માતા બહેનો માટે ઉજ્જવલા યોજના, ગરીબોને આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાનભેર જીવતો કર્યો છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. ભૂતકાળના શાસકોએ આઝાદીના સાડા 6 દાયકા સુધી ગરીબોને મતપેટીઓ ભરવાનું એક માધ્યમ જ રાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગરીબ-વંચિતના ઉત્થાનનું અભિયાન ઉપાડ્યુ અને ગરીબ કલ્યાણ માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.


 

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં શરૂ થયેલો આ ગરીબ-દરિદ્રનારાયણોના સશક્તિકરણનો સેવાયજ્ઞ-ગરીબ કલ્યાણ મેળા પ્રો-પુઅર ગર્વનન્સના અભ્યાસુ સંશોધકો માટે સફળ કેસ સ્ટડી બની ગયા છે. પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે, ભુખ્યાજનોન જઠરાગ્નિ ઠારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાના 12 મા તબક્કામાં પણ ગરીબોના ઉત્થાનમા મહત્વના સાબિત થશે. દાહોદ જિલ્લામાં પણ ગરીબોને રૂ. 380 કરોડથી વધુના લાભો આ ગરીબ કલ્યાણ મેળા થકી મળશે.

તેમણે ઉમેર્યું કે, રોજગાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહ દરમિયાન દાહોદના 288 યુવાનોને રોજગારી મળી છે. જ્યારે જિલ્લામાં યોજાયેલા ૭૨ ભરતી મેળામા 1000 થી વધુ યુવાનોએ રોજગારી મેળવી છે. ઉપરાંત રાજ્યમાં પંચાયત વિભાગની 19 કેડરમાં 13 હજાર જગ્યાઓ ભરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની પણ તમામ જગ્યાઓ ભરવામાં આવી છે.

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબોના ઉત્થાન માટે સર્વાંગી કલ્યાણકારી પગલાં લેવાઈ રહ્યા છે. નાગરિકોને પડતી અગવડતા નિવારવા માટે તેમણે 121 દિવસમાં 200 થી પણ વધુ નિર્ણય લઈ વહીવટી સરળતા ઉભી કરી છે. આવકના દાખલાની મુદત વધારવા, સોગંધનામામાંથી મુક્તિ સહિતની બાબતો તેના ઉદાહરણ છે. તેઓ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત ચિંતિત છે.

પ્રારંભમાં કલેકટર ડો.હર્ષિત ગોસવીએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા દાહોદનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ ૨૬ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.187 કરોડના ખર્ચે આઠ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે રૂ. 474 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો પ્રગતિ હેઠળ છે.

આ પણ વાંચોઃ Ukraine LIVE: ટિકીટ છે પરંતુ ફલાઇટ રદ્દ થઇ છે, ધડાકાના અવાજ ગુંજી રહ્યા છે, વિદ્યાર્થીએ વર્ણવી યુક્રેનની સ્થિતિ

આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Published On - 5:16 pm, Thu, 24 February 22

Next Article