RTO અધિકારીએ દાહોદથી નોકરીના નવા સ્થળ સુરેન્દ્રનગર સુધી કર્યો સાઇકલ પ્રવાસ

મોટા ભાગે સરકારી બાબુઓની છાપ AC કેબિન અને એસી કારમાં ફરતા અધિકારીની હોય છે. પરંતુ દાહોદના RTOમાં ફરજ બજાવતા ટી.વી.દંત્રોલીયાની સુરેન્દ્રનગરમાં બદલી થતા તેઓ સાઇકલમાં દાહોદથી બદલીના સ્થાને રવાના થયા હતા. પહેલાથી જ એડવેન્ચરનો શોખ ધરાવતા દંત્રોલીયાએ સરકારી કર્મચારીઓમાં આરોગ્ય બાબતે જાગૃત આવે તેમજ જાહેર જનતામાં રોડ સેફટીને લઈને અવેરનેસ વધે તે ઉદેશ્યથી સાઇકલ યાત્રા […]

RTO અધિકારીએ દાહોદથી નોકરીના નવા સ્થળ સુરેન્દ્રનગર સુધી કર્યો સાઇકલ પ્રવાસ
| Updated on: Dec 18, 2019 | 3:18 PM

મોટા ભાગે સરકારી બાબુઓની છાપ AC કેબિન અને એસી કારમાં ફરતા અધિકારીની હોય છે. પરંતુ દાહોદના RTOમાં ફરજ બજાવતા ટી.વી.દંત્રોલીયાની સુરેન્દ્રનગરમાં બદલી થતા તેઓ સાઇકલમાં દાહોદથી બદલીના સ્થાને રવાના થયા હતા. પહેલાથી જ એડવેન્ચરનો શોખ ધરાવતા દંત્રોલીયાએ સરકારી કર્મચારીઓમાં આરોગ્ય બાબતે જાગૃત આવે તેમજ જાહેર જનતામાં રોડ સેફટીને લઈને અવેરનેસ વધે તે ઉદેશ્યથી સાઇકલ યાત્રા કરી હતી. તેઓએ દાહોદથી સુરેન્દ્રનગર એમ કુલ 309 કિલોમીટરનું અંતર સાયકલ પર સવાર થઈને જવાનું નક્કી હતું. દંત્રોલીયાને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યના ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોને આગામી અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો