DAHOD : ઝાલોદના 14 ગામોના લોકો નહીં કરે મતદાન, દિલ્લી-મુંબઇ નેશનલ કોરીડોરમાં જમીન કપાતા નારાજગી

|

Feb 27, 2021 | 6:36 PM

DAHOD : 14 ગામના ખેડૂતો મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરશે. કારણ છે દિલ્લીથી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર.

DAHOD : 14 ગામના ખેડૂતો મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરશે. કારણ છે દિલ્લીથી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર. જ્યારથી આ રોડ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. ભારત માલા યોજના અંતર્ગત બની રહેલો આ રોડ દાહોદ જિલ્લાના 34 ગામોમાંથી પસાર થાય છે.

 

ખાસ કરીને ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી આ નેશનલ કોરિડોર રોડ પસાર થવાનો છે. જેમાં 420 જેટલા સર્વે નંબરની ખેડૂતોની ખેતીલાયક જમીન, રહેણાક મકાનો, કુવા સંપાદનમાં જઈ રહ્યા છે. જેને પગલે ખેડૂતોને બેઘર થઈ જવાનો ડર છે. ખેડૂતોની વાત માનીએ તો તેમણે આ અંગે મુખ્યપ્રધાન સુધી 3-3 વખત રજૂઆતો કરી છે. તેમ છતા આ રોડ અન્ય જગ્યાએ ન ખસેડતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ રોડ પહેલા મહેસાણામાંથી નીકળવાનો હતો. પરંતુ ત્યાં જંત્રી પ્રમાણે વધુ ભાવ ચૂકવવો પડે તેમ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી કાઢવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ રોડ લીમખેડાના જરોલા થઈ ઝાલોદના ચાટકા સુધી સરકારી પડતર અથવા જંગલમાંથી કાઢવામાં આવે તો ખેડૂતોનો જીવન નિર્વાહ ચાલી શકે તેમ છે. જો સરકાર તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લે તો 14 ગામના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે.

Published On - 6:29 pm, Sat, 27 February 21

Next Video