DAHOD : નોકરી આપો અથવા ઈચ્છામૃત્યુની મંજુરી આપો, રેલ્વેના 200 એપ્રેન્ટીસ યુવાનોની માગ

|

Feb 13, 2021 | 9:40 AM

DAHOD : રોજગારીની શોધમાં કંટાળેલા આ તમામ યુવાનોએ હવે હડતાળનું હથિયાર ઉગામ્યું છે. રેલવેના કારખાનામાં નોકરી આપવાની માગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા.

DAHOD : નોકરી આપો અથવા ઈચ્છામૃત્યુની મંજુરી આપો, આ માગ કરી છે દાહોદમાં રેલ્વેના કારખાનામાં છેલ્લા 8 વર્ષથી એપ્રેન્ટીસ તરીકે કામ કરી રહેળા 200 જેટલા યુવાનોએ. આ યુવાનો વર્ષ 2013-14થી રેલ્વેના કારખાનામાં એપ્રેન્ટીસ તરીકે કામ કરી રહ્યા છે, પણ આજ દિન સુધી તેમને રેલ્વેમાં નોકરી આપવામાં આવી નથી. અંતે રેલ્વે તંત્રથી કંટાળેલા આ યુવાનોએ ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

રોજગારીની શોધમાં કંટાળેલા આ તમામ યુવાનોએ હવે હડતાળનું હથિયાર ઉગામ્યું છે. રેલવેના કારખાનામાં નોકરી આપવાની માગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. આ તમામ યુવાનોએ રેલવે અને કેન્દ્ર સરકાર સમક્ષ નોકરી નહીં તો ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવાની માગ કરી છે.

 

Next Video