VIDEO: ડભોઈના ફરતીકૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં ગેસ ગળતરથી 7 મજૂરોના મોત, હોટલ માલિક અને ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી

વડોદરાના ડભોઈ પાસે સનસનીખેજ ઘટના સામે આવી છે. ડભોઈના ફરતીકૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં 7 મજૂરોના મોત થયા છે. જેમાં હોટલ માલિક અને ડભોઈ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસના દાવા પ્રમાણે થુવાવી ગામના 4 લોકો રોજી રોટી માટે દર્શન હોટલમાં કામ કરવા આવ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

VIDEO: ડભોઈના ફરતીકૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં ગેસ ગળતરથી 7 મજૂરોના મોત, હોટલ માલિક અને ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી
| Updated on: Jun 15, 2019 | 2:57 AM

વડોદરાના ડભોઈ પાસે સનસનીખેજ ઘટના સામે આવી છે. ડભોઈના ફરતીકૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં 7 મજૂરોના મોત થયા છે. જેમાં હોટલ માલિક અને ડભોઈ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસના દાવા પ્રમાણે થુવાવી ગામના 4 લોકો રોજી રોટી માટે દર્શન હોટલમાં કામ કરવા આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગત મોડીરાત્રે હોટલના માલિકે તેમને ખાળકૂવાની સફાઈનું કામ સોંપ્યું હતું. જેને પગલે મહેશ પાટણવાડીયા નામનો વ્યક્તિ ખાળકૂવામાં ઉતર્યો હતો. તે દરમિયાન ખાળકૂવામાં ગેસ ઉત્પન્ન થતાં ગૂંગળામણથી તે ઢળી પડ્યો હતો. જેને બચાવવા માટે એક બાદ એક ગામના 4 મજૂરો ખાળકૂવામાં ઉતર્યા હતા. તેમને પણ ઝેરી ગેસની અસર થવા લાગતા હોટલના 3 નોકરો પણ તેમને બચાવવા માટે ખાળકૂવામાં ઉતર્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં જન્મેલા આ વ્યક્તિને કેમ મહેન્દ્રસિંહ ધોની મોકલે છે મેચની ટિકીટ?

જે તમામના ગૂંગળામણથી મોત થયા હોવાનો પોલીસે દાવો કર્યો છે. ઘટનાની જાણ થતાં જ ડભોઈ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ડભોઈ પાલિકા પાસે મજૂરોને બહાર કાઢવા માટે પૂરતા સાધનો ન હોવાના કારણે વડોદરાથી ફાયરના આધુનિક સાધનો મગાવીને 6 કલાકની જહેમત બાદ મૃતકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસનો દાવો છે કે હોટલના માલિકે પણ મજૂરોને સુરક્ષાના કોઈ સાધનો પુરા પાડ્યા નહતા. હોટલના માલિકે કોઈ આધુનિક સાધનો મજૂરોને આપ્યા નહતા. હોટલના માલિકે બેદરકારી દાખવતાં તમામ 7 મજૂરોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો