VIDEO: ગુજરાત તરફ ‘વાયુ’ ગતિમાનઃ દરિયાકાંઠામાં આ સિગ્નલ લગાવી દેવાયા, સાથે ખાસ સૂચનાઓ પણ કરી દેવાઈ જાહેર

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું […]

VIDEO: ગુજરાત તરફ વાયુ ગતિમાનઃ દરિયાકાંઠામાં આ સિગ્નલ લગાવી દેવાયા, સાથે ખાસ સૂચનાઓ પણ કરી દેવાઈ જાહેર
| Updated on: Jun 11, 2019 | 10:13 AM

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.. સૌરાષ્ટ્રમાં તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તો માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:05 am, Tue, 11 June 19