ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને પણ પોતાની કાળજી રાખવાની સૂચના આપવામાં રહી છે.
સમુદ્રના શક્તિશાળી મોજાએ પોરબંદરના દરિયાકાંઠે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને જમીનદોસ્ત કરી દીધું છે. પોરબંદરમાં એસપી ઓફિસના કંટ્રોલ રૂમનો ટાવર પણ ધરાશાયી થઈ ગયો છે. જૂનાગઢમાં ભારે પવનને પગલે એક વિશાળ બિલ્ડિંગ પરનુ હોર્ડિંગ કાગળની જેમ ઉડી ગયું. તંત્ર દ્વારા વારંવાર મીડિયાના માધ્યમથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો