VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે તબાહી મચાવવા આવી […]

VIDEO: વાયુ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે
| Updated on: Jun 12, 2019 | 3:54 AM

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે.

દરિયાકાંઠે તબાહી મચાવવા આવી રહેલા આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લાને અસર કરશે. આ જિલ્લામાં જામનગર, ગીરસોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, મોરબી, ભાવનગર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાના 408 ગામો વાવાઝોડાથી પ્રભાવિત થશે. રાજ્યની આશરે 60 લાખની વસ્તીને વાવાઝોડાની અસર થશે. જેમને આજે સલામત સ્થળે ખસેડવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારના લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે બચાવ અને રાહત કાર્ય માટેની સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. પહેલેથી જ સજ્જ થઈ ગયેલી સરકારે NDRFની 11 ટીમો, ગુજરાત પોલીસ SDRFની 10 ટીમો અને આર્મીની 11 ટીમો તૈનાત કરી દીધી છે. જ્યારે આર્મીની 23 ટુકડીઓને અનામત રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જરૂર પડશે તો આ ટુકડીઓ પણ મદદે આવી પહોંચશે.. તેવી જ રીતે BSFની બે ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે સલામતી દળોની કુલ 34 ટીમો તૈનાત કરાઈ છે.. અને 27 ટીમો અનામત રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:38 am, Wed, 12 June 19