
કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા માટે કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ સંયુક્ત રીતે લોકોને સલામત સ્થળોએ ખસેડી રહી છે.
તો ગીર સોમનાથ દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આવેલી ભરતીના કારણે દરિયાના આસપાસની દુકાનો પોલીસે કરાવી બંધ કરાવી દીધી છે. સાથે લોકોને પણ દરિયા પાસે ન જવાની સૂચના વારંવાર જાહેર થઈ રહી છે. ભરતીના કારણે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. તો પોરબંદર સહિત દરિયાના કાંઠા વિસ્તારમાં આવેલી હોટલોમાંથી પણ મુસાફરોને પણ પરત જવાનું કહેવામાં આવી રહ્યું છે.
Published On - 5:56 am, Wed, 12 June 19