VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના વેરાવળ રેન્જમાં વસવાટ કરતા સિંહોનું રાતોરાત તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું

‘વાયુ’ વાવાઝોડાના સંકટના પગલે વેરાવળ રેન્જની નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને ખસેડાયા છે. 13 જેટલા સિંહોને ઊંચાણવાળા સ્થાન પર ખસેડાયા છે. વાવાઝોડાની દહેશતને પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ આવવાની શક્યતાઓ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ થયું છે. આ પણ વાંચોઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર […]

VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના વેરાવળ રેન્જમાં વસવાટ કરતા સિંહોનું રાતોરાત તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું
| Updated on: Jun 12, 2019 | 7:24 AM

‘વાયુ’ વાવાઝોડાના સંકટના પગલે વેરાવળ રેન્જની નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને ખસેડાયા છે. 13 જેટલા સિંહોને ઊંચાણવાળા સ્થાન પર ખસેડાયા છે. વાવાઝોડાની દહેશતને પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ આવવાની શક્યતાઓ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ થયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

જેને પગલે સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે. સિંહોના સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો વન સંરક્ષકને પણ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારે પવન અને વરસાદની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા પણ વન વિભાગને સચેત રહેવા માટે કહેવાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 2:13 am, Wed, 12 June 19