Cyclone Tauktae Updates Gujarat : પોરબંદરમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર

|

May 16, 2021 | 10:15 AM

Cyclone Tauktae Updates Gujarat : પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ છે અને કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે.

Cyclone Tauktae Updates Gujarat :  પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ છે અને કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ આરંભાઈ છે. દરિયા કિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે.

તો સમુદ્રમાં માછીમારી કરી રહેલી ફિશિંગ બોટોને કિનારે પહોંચવા કોસ્ટગાર્ડએ સૂચના આપી છે. માઇક.વી.એચ.એફથી કિનારે પહોંચવાની સૂચના અપાઈ છે. સમુદ્રમાં તોફાની પવન ફૂંકાવાની દહેશતના પગલે કોસ્ટગાર્ડની શીપના જવાનો માછીમારોને સૂચના આપી રહ્યા છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નથી તેવા સમાચાર હાલ મળી રહ્યા છે.અરબી સમુદ્રમાં વાવાઝોડાનો હળવો કરંટ પણ જોવા મળી રહ્યો છે

તાઉતે વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડયું છે. જિલ્લાના સમુદ્ર તટ અને આસપાસ કે ચોપાટી જેવા સમુદ્ર તટ પર અવર જવર પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે.
16 મેં થી 20 મેં સુધી સમુદ્ર કિનારા પર જવા આવવા પ્રતિબંધ મુક્યો છે. સમુદ્રમાં ભારે પવન અને ભરતીના કારણે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સમુદ્ર કિનારે ચોપાટી લોકોની અવર જવર વધુ હોય પવન અને ભરતીના કારણે નુકસાની ટાળવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

Next Video