Cyclone Tauktae Updates : કચ્છના તમામ બંદર પર ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યા, બંદર પર ઓપરેશનલ કામ બંધ

|

May 17, 2021 | 3:49 PM

Cyclone Tauktae Updates : તાઉતે વાવાઝોડાની સ્થિતીને લઇ રાજ્યભરના દરિયાઇ વિસ્તારો એલર્ટ પર છે. ત્યારે કંડલા પોર્ટ સહિતના પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે.

Cyclone Tauktae Updates :તાઉતે વાવાઝોડાની સ્થિતીને લઇ રાજ્યભરના દરિયાઇ વિસ્તારો એલર્ટ પર છે. ત્યારે કંડલા પોર્ટ સહિતના પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સધન બનાવી દેવાઇ છે. જે લોકો દરિયાથી તદ્દન નજીક છે. તેમનુ ગઇકાલે સ્થળાંતર કર્યા બાદ આજે પોર્ટ આસપાસના તમામ કર્મચારી અને માછીમાર અગરીયાઓનુ આજે સ્થળાંતર કરાયુ હતુ. આજે પોલિસ તથા એસ.ડી.આર.એફની મદદથી કંડલા પોર્ટ પરના તમામ કર્મચારીઓને સલામત ખસેડાયા હતા.

ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોમાં તેમને સલામત ખસેડાયા હતા. પોર્ટ પર ત્રણ કન્ટ્રોલ રૂમ સહિત તમામ સ્થિતીને પહોચી વળવા માટે પોલિસ તથા અન્ય રેસ્કયુ ટીમ તૈનાત કરી દેવાઇ છે.કંડલા પર અત્યારે સ્થિતી સામાન્ય છે પરંતુ પવનની ઝડપ સાથે વાવાતવરણ પલ્ટતા તંત્ર સજ્જ થઇ ગયુ છે. આજે પોર્ટની આસપાસની વસાવતના તમામ લોકોને ખસેડવાની કામીગીરી ચાલુ રખાઇ હતી.

કચ્છના તમામ બંદરો પર 8 નંબરનુ સિગ્નલ લગાવાયુ છે. મુન્દ્રા અદાણી બંદર પર ઓપરેશનલ કાર્ય સંપુર્ણ બંધ છે. વહીવટી તંત્ર દ્રારા મુન્દ્રાના તમામ દરિયાઇ વિસ્તારોમા પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. 6000 થી વધુ લોકોનુ સ્થળાંતર કરાયુ. મુન્દ્રા,ભદ્રેશ્વર સહિતના માછીમારી વિસ્તારમાથી લોકોનુ સ્થળાંતર કર્યા બાદ સતત ચેકીંગ કરાઈ રહ્યું છે.

કાચા અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાશે. ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

Next Video