Cyclone Tauktae update : જૂનાગઢ તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ, સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત

|

May 15, 2021 | 1:57 PM

Cyclone Tauktae update : તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે.

Cyclone Tauktae update : તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સુધીમાં ગુજરાત પહોંચશે. જ્યાં ભારે વિનાશની સંભાવના છે. એનડીઆરએફે અરબ સાગરમાં બનેલા ચક્રવાત ‘તૌકતે’ સામે જીત મેળવવા માટે 53 ટીમો તૈનાત કરવાની તૈયારી કરી લીધી છે.

વાવાઝોડાને પગલે જૂનાગઢ તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી સાઇરન વગાડી દરિયા કાંઠાના ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. બોટ માલિકોને પણ માછીમારી કરવા જવુ નહિ તેવી સૂચના આપવામાં આવી છે.

આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે 16 થી 19 મેની વચ્ચે તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે તેવી સંભાવના છે, જેમાં 150-160 કિ.મી પ્રતિ કલાકની પવનની ઝડપ હશે. પવનની ગતિ પણ 175 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે

Next Video