Cyclone Tauktae Update: ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાને પગલે ખેતીને ભારે નુક્શાન, ખેડૂતોની આશા હવે સરકારી વળતર અને સર્વે પર, સરકાર કરે થોડી ઉતાવળ

|

May 19, 2021 | 11:40 AM

Cyclone Tauktae Update: ગુજરાતમાંથી તાઉ તે વાવાઝોડુ ભલે પસાર થી ગયું છે પણ હવે તેની નુક્શાનીનાં અંશો બહાર આવી રહ્યા છે. એમ તો સૌરાષ્ટ્ર પંથકમાં નુક્શાનીનો અંદાજો વધારે લગાડવામાં આવી રહ્યો છે

Cyclone Tauktae Update: ગુજરાતમાંથી તાઉ તે વાવાઝોડુ ભલે પસાર થી ગયું છે પણ હવે તેની નુક્શાનીનાં અંશો બહાર આવી રહ્યા છે. એમ તો સૌરાષ્ટ્ર પંથકમાં નુક્શાનીનો અંદાજો વધારે લગાડવામાં આવી રહ્યો છે પણ આ આંક મધ્ય ગુજરાતમાં પણ વધારે લાગી રહ્યો છે. વાવાઝોડાનાં કારણે મધ્ય ગુજરાતનાં 300 ગામડામાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો છે, 202 ફીડર અને 23 ટ્રાન્સફોર્મરને ભારે નુક્શાન થયું છે. વડોદરા જિલ્લામાં 25600 હેક્ટરનાં ઉભા પાકને નુક્શાન પહોચ્યું છે.

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ ખાબકયો છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના પાક એવા ડાંગર પર થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અંદાજે 1લાખ 40 હજાર એકરમાં વાવણી કરવામાં આવી હતી. ડાંગરના પાકને અત્યાર સુધીમાં 25થી 30 ટકા જેટલું નુકસાન થયું છે. પરંતુ હજુ વાવાઝોડાની અસર ચારથી પાંચ દિવસ સુધી લંબાઈ જાય તો ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક દક્ષિણ ગુજરાતમાં સર્વેની ટીમ બનાવી ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવો જોઈએ. તેમજ સત્વરે આર્થિક સહાય ચૂકવવાની માગ ઉઠી છે

ગુજરાતમાં પાંચ લાખ હેક્ટરમાં પથરાયેલા બાગાયતી પાકને નુકસાન

નાળિયેરી, ચીકુ, જાંબુ, કેરી સહિતના બાગાયતી પાકનો સોથ વળી ગયો
કેળા, ચીકુ, કેરી, નારિયેળ અને શાકભાજીને નુક્સાન
મગ, મકાઈ, તલ, અડદ અને ડાંગરના પાકને નુક્સાન
સુરતમાં 14,577 હેકટર જમીનમાં ઉભા પાકને 500 કરોડનું નુક્સાન
વડોદરા જિલ્લામાં ડાંગર, બાજરી, કેરી, જાંબુ, શાકભાજીને નુક્સાન
વડોદરા જિલ્લામાં અંદાજે ૪,૨૦૦ હેક્ટર જમીનમાં બાજરીના પાકને નુક્સાન
વડોદરા જિલ્લામાં ૬,૮૦૦ હેક્ટર જમીનમાં શાકભાજીનો પાક બરબાદ
સૌરાષ્ટ્રમાં કેરી, મગફળી સહિતના પાકને મોટાપાયે નુક્સાન
ગીરસોમનાથ-ભાવનગરમાં કેળાના પાકને નુક્સાન
કચ્છમાં ડ્રેગન ફ્રૂટ અને ખારેકની ખેતીને જંગી નુકસાની

 

જૂનાગઢના વંથલી પંથકમાં જ્યાં કેરીના પાકને કેટલું નુકસાન થયું છે તે તો જોઈને જ અંદાજ આવી જશે. બાગાયતી પાકને નુકસાન થયું અને ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. હજી તો કેરીની સિઝન માંડ શરૂ થઈ હતી ત્યાં તાઉ તે વાવાઝોડાએ આંબાની વાડીઓને ખેદાન મેદાન કરી નાખી અને સિઝનમાં કમાવાની ખેડૂતોની આશાને ફંગાળી નાખી. જે ખેડૂતો કેરીના પાકથી સારી આવક થશે તેવી આશા સેવી રહ્યા હતા તે જ કેરીઓ વાવાઝોડાને કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે.

આ તરફ તાઉ તે વાવાઝોડાને પગલે જેતપુર તાલુકામાં ખેતીને વ્યાપક નુક્સાન થયું છે. જેતપુર તાલુકામાં ઉનાળુ વાવેતરમાં તલ, મગફળી, બાજરી જેવા પાકોનું અંદાજીત 8 હજાર હેકટર જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું. એકતરફ ખાતરના વધતા ભાવથી ખેડૂતો પરેશાન હતા તેના પર વાવાઝોડાએ ઉભી કરેલી આફતથી ખેડૂતો બેઠા થાય તેવું લાગતું નથી. ધરતીપુત્રોની મહેનત પર વાવાઝોડું ફરી વળ્યું અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ‘તાઉ તે’ વાવાઝોડાએ ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. કેસર કેરીનો મોટાભાગનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ઉના, કોડીનાર પંથકમાં અડદ, તલ, મગફળી, બાજરીને પણ ફટકો પડ્યો છે.. આ સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્યોએ ખેડૂતોને રાહત પેકેજ આપવાની માગણી કરી છે.

Next Video