Cyclone Tauktae Update : વાવાઝોડાને પગલે નવસારીના 16 ગામમાં એલર્ટ, ઝીરો કેઝ્યુલિટીને લઈને એક્શન પ્લાન તૈયાર

|

May 17, 2021 | 9:26 AM

Cyclone Tauktae Update :  તાઉ તે વાવાઝોડું 19 કિમિની ગતિએ આગળ ધપી રહ્યું છે. 350 કિમિ દુર વાવાઝોડુ આજે મધરાત પછી પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી કરી છે.

Cyclone Tauktae Update :  તાઉ તે વાવાઝોડું 19 કિમિની ગતિએ આગળ ધપી રહ્યું છે. 350 કિમિ દુર વાવાઝોડુ આજે મધરાત પછી પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે મધરાત સુધીમાં તે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાઉતે વાવાઝોડાની શક્યતાઓને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો એલર્ટ કરવામાં આવ્યો છે જેમાં સાવધાનીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. ઝીરો કેઝ્યુલિટી અને સિક્યોરિટીના એક્શન પ્લાન હેઠળ નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં દાતી, વાસી, બોરસી, માછીવાડ,ઓનજલ માછીવાડ, કૃષ્ણપુર, મેઘર ભાટ અને ધોલાઈ બંદર જેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સવારથી એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે સંભવિત અસરગ્રસ્ત ગામોમાં વહીવટીતંત્રના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખીને બેઠું છે.

ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

Next Video