Cyclone Tauktae and Live Updates Gujarat: CM વિજય રૂપાણીનું નિવેદન, સાયક્લોનથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય

|

May 19, 2021 | 7:13 AM

Cyclone Tauktae Tracker and Update: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડાં મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી છે.

Cyclone Tauktae and Live Updates Gujarat: CM વિજય રૂપાણીનું નિવેદન, સાયક્લોનથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય
Cyclone Tauktae and Live Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યુ તાઉ તે વાવાઝોડુ, ઉના, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં સૌથી વધુ અસર, જુઓ ક્યાં કેટલું થયું નુક્શાન

Follow us on

Cyclone Tauktae and Live Updates Gujarat: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડાએ સર્જી તારાજી

અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી છે.

અમદાવાદના સાઉથ બોપલમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાન થયું છે. અને, ભારે પવનને કારણે રહીશોમાં ભયનો માહોલ છે રિવર ફ્રન્ટ પર લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો ખોલવાની ફરજ પડી છે. શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. પૂર્વ વિસ્તાર નિકોલના પોલીસ સ્ટેશનમાં પતરા ઉડી ગયા છે.એરપોર્ટ સર્કલથી શાહીબાગ સુધીના રોડ પર ઝાડ પડતા અડધો રસ્તો બંધ થયો છે.બાપુનગર, અસારવા, શાહીબાગ, રખિયાલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં .

શીલજ રીંગરોડ પાસે આવેલ રોડ ઉપર જાહેરાતના મોટા બોર્ડ વાવાઝોડાના પગલે તૂટી ગયા હતા. ભારે વરસાદમા ખોખરા મણિનગર પાસેના સર્કલ પર ખૂબ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. નારોલ ગામમાં દુકાનો-સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે.

જવાહર ચોકથી હીરાભાઈ ટાવર રોડ પર ભારે પવન અને વરસાદને લઈને ઝાડ ધારાશાયી થયું છે. જેથી એક તરફનો રસ્તો બંધ થયો છે. દરિયાપુરમાં એક સ્કુલની છત પરથી પતરા ઉડી ગયા છે.

ધંધુકાના ૧૩૮૯ અસરગ્રસ્તોનુ આશ્રય સ્થાનોમાં સફળતાપૂર્વક સ્થળાંતર કરાયું

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં તાઉ’તે વાવાઝોડાની સ્થિતિથી અસરગ્રસ્ત થયેલ ગ્રામજનોનુ સ્થળાંતર કરાવામાં આવ્યુ છે.

ધંધુકા શહેરી વિસ્તારના ફુલ 303 અસરગ્રસ્તોનું ત્રણ આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ધંધુકા ગ્રામ્ય વિસ્તારના ૩૫ ગામોના ૧૦૮૬ અસરગ્રસ્તોને સંલગ્ન ગામોની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર સ્થળાંતર પ્રક્રિયા દરમિયાન કોઈપણ જાતની જાનહાની કે નુકસાન થયું નથી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 May 2021 07:44 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડાથી રાજ્યમાં 13 લોકોના મોત, 2 હજારથી વધુ ગામ વીજળી વિહોણા

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડાથી રાજ્યમાં 13 લોકોના મોત, 2 હજારથી વધુ ગામ વીજળી વિહોણા.. હજારો વૃક્ષો ધારાશાયી તો બાગાયતી પાકમાં પણ ભારે નુકસાન

     

  • 18 May 2021 07:37 PM (IST)

    CM Vijay Rupani LIVE: વાવાઝોડાથી બાગાયતી પાકને નુક્શાન, ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે

    CM Vijay Rupani LIVE: વાવાઝોડાથી બાગાયતી પાકને નુક્શાન, ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયાની વિગતો તેમણે આપી.


  • 18 May 2021 07:36 PM (IST)

    CM Vijay Rupani LIVE: ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં થયેલા નુક્શાનનાં પગલે અસરગ્રસ્તોને કેશડોલ અને ધરવખરી ચુકવવાની જાહેરાત

    CM Vijay Rupani LIVE: ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં થયેલા નુક્શાનનાં પગલે અસરગ્રસ્તોને કેશડોલ અને ધરવખરી ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાનાં કારણે ખેતીને નુક્શાન થયું છે.

  • 18 May 2021 07:17 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદ પર ત્રાટકી આફત, સતત ભારે વરસાદ અને પવનથી તારાજીના દ્રશ્યો

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે.

  • 18 May 2021 07:04 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદ પરથી પસાર થયું વાવાઝોડુ હવે ઉત્તર ગુજરાત તરફ ફંટાયુ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: તાઉ’તે વાવાઝોડાની સ્પીડમાં સતત થઈ રહ્યો છે વધારો, 24 કિમિ પ્રતિ કલાકની ઝડપથી વધી રહ્યું છે આગળ, સાયકલોનીક સ્ટોર્મ આગામી 5 કલાકમાં નબળું પડીને ડીપ ડિપ્રેશન બનશે,
    દક્ષિણ અમદાવાદથી 50 કિમિ દૂર વાવાઝોડાનું કેન્દ્ર બતાવવામાં આવી રહ્યું છે. જો કે અમદાવાદ પરથી તે પસાર થઈ જવાનાં કારણે અમદાવાદમાં અસર નહિવત જોવા મળી શકે છે. તાઉ તે ઉત્તર ગુજરાત તરફ ફંટાઈ ગયું છે

     

  • 18 May 2021 06:24 PM (IST)

    અમદાવાદમાં ફુકાયેલા તોફાની પવને અનેક ધરાશાયી કર્યા

    અમદાવાદ શહેરમાં સાંજે તાઈ તે વાવાઝોડાની અસર વર્તાઈ હતી. તોફાની પવન ફુકાવાની સાથે વરસાદ પણ સતત ચાલુ રહ્યો હતો. ભારે તોફાની પવન ફુકાવાના કારણે, શહેરમાંથી 189 વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે. તો 43 સ્થળે પાણી ભરાયાની પણ ફરીયાદ મળી છે. બે જગ્યાએ ભૂવા પડવાના તો એક જગ્યાએ રોડ બેસી ગયાની ઘટના બની હતી. અમદાવાદમાં ફુકાયેલા તોફાની પવનથી પડી ગયેલા વૃક્ષની ફરીયાદો સતત નોંધાઈ રહી છે.

  • 18 May 2021 06:22 PM (IST)

    અમદાવાદમાં વરસેલા વરસાદથી પાણી ઠેર ઠેર ભરાયા પાણી

    અમદાવાદમાં વરસેલા વરસાદને પગલે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, સિચાંઈ વિભાગને કહીને વાસણા બેરેઝના દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી. શહેરમાં દિવસ ભર પડેલા વરસાદથી આ સ્થિતિ સર્જાઈ છે. જો કે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનુ પ્રમાણ અલગ અલગ નોંધાયુ હતું.

  • 18 May 2021 05:09 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડાનાં પગલે 400 લોકોનું સાણંદમાં સ્થળાંતર

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાની અસરનાં પગલે સાણંદમાં 400 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

     

  • 18 May 2021 04:56 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: 132 ફૂટ રિંગરોડ પર પાણી ભરાયા, કેશવબાગથી હિમ્મતલાલ પાર્ક સુધી ઘૂંટણસમા પાણી

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. 132 ફૂટ રિંગરોડ પર પાણી ભરાયા છે તો શિવરંજની બ્રિજ પાસે ઘૂંટણ સુધી પાણી ભરાયા છે.
    કેશવબાગથી હિમ્મતલાલ પાર્ક સુધી ઘૂંટણસમા પાણી છે તો આગળ અડધો કિલોમીટર સુધી પાણી ભરાયા છે.

     

  • 18 May 2021 04:46 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, દુધેશ્વરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં 20 કરતા વધારે વૃક્ષ ધરાશાય થયા છે, તો અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દુધેશ્વરમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

     

  • 18 May 2021 04:42 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Surat: તાઉ તે વાવાઝોડાનાં પગલે સુરતનાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા

    Cyclone Tauktae and Live Updates Surat: સુરતમાં બે કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદને લઈને સુરત શહેરમાં અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી અને પાણી ભરાયા

     

  • 18 May 2021 04:38 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડાની અસર હેઠળ અમદાવાદ ધમરોળાયું

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં વિવિધ વિસ્તારમાં વાવાઝોડાને લઈને અનેક સ્થળ પર વૃક્ષો પડ્યા છે. વરસાદ સાથે પવનની ગતિને લઈને વાહનવ્યહવાર બિલકુલ અટકી ગયો છે.

     

  • 18 May 2021 04:31 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા, વૃક્ષો પડવાના બનાવ નોંધાયા

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા, વૃક્ષો પડવાના બનાવ નોંધાયા

     

  • 18 May 2021 04:29 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડાની અસર તળે અમદાવાદ પાણી પાણી

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં સતત બે કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ બંધ કરી દેવાયા છે.  અમદાવાદ ખમાંસા કોર્પોરેશન રોડ પર એક સાઈડ રોડ બંધ કરાયો છે. ખમાંસાથી એલિજબ્રિજ જતો એક સાઈડનો રોડ બંધ કરાયો.સાઈન બોર્ડ વળી જતા રોડ બંધ કરાયો. વાહન ચાલકોને ધ્યાનમાં રાખી રોડ બંધ કરાયો છે. ધોધમાર વરસાદ વચ્ચે પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે.

  • 18 May 2021 04:19 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Bharuch: ભરૂચનાં ભારે વરસાદનાં પગલે મુખ્ય બજારમાં પૂરની સ્થિતિ

    Cyclone Tauktae and Live Updates Bharuch: ભરૂચમાં વહેલી સવારથી પડી રહેલા સતત વરસાદનાં પગલે  ભરૂચનાં મુખ્યબજારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું હતું.

     

  • 18 May 2021 04:00 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડાએ બદલી દિશા, અમદાવાદ શહેરમાં પ્રવેશી શકે છે વાવાઝોડુ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: સાંજ સુધી અમદાવાદ શહેરમાં પ્રવેશી શકે છે વાવાઝોડું, સમગ્ર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને લઈને શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

     

  • 18 May 2021 03:48 PM (IST)

    Cyclone Tauktae and Live Updates DIU: દીવ એરપોર્ટની બે દિવાલ ધરાશાય થતા એરપોર્ટનો રન વે ખુલ્લો થઈ ગયો

    Cyclone Tauktae and Live Updates DIU: દીવથી વાવાઝોડાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીવ એરપોર્ટની બે મોટી દીવાલો ધરાશાયી થઈ છે. તાત્કાલિક ધોરણે રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ દીવાલો ધરાશાયી થતાં એરપોર્ટનો રનવે ખુલ્લો દેખાઈ રહ્યો છે.

     

  • 18 May 2021 03:26 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારમાં પહોચ્યા તંત્રનાં અધિકારીઓ, વાવાઝોડા બાદ કરાશે સર્વેની કામગીરી

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં તાઉ’તે વાવાઝોડાની અમદાવાદ જિલ્લામાં અસરને લઈને જિલ્લા વિકાસ અધિકારી પહોંચ્યા નળ સરોવર, નળ સરોવરના કાયલા ગામની લીધી મુલાકાત, વાવાઝોડાની અસરને કારણે 62 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોની લીધી મુલાકાત, વાવાઝોડાને લઈને કોઈ તકલીફ પડે છે કે કેમ તે અંગે મેળવી માહિતી, વાવાઝોડાની સ્થતિ થાળે પડી જાય પછી નુકસાની સર્વેની કામગીરી કરવામાં આવશે

     

  • 18 May 2021 03:14 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં તાઉ’તે વાવાઝોડાની અમદાવાદ જિલ્લામાં અસરને લઈને જિલ્લા વિકાસ અધિકારી પહોંચ્યા નળ સરોવર

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં તાઉ’તે વાવાઝોડાની અમદાવાદ જિલ્લામાં અસરને લઈને જિલ્લા વિકાસ અધિકારી પહોંચ્યા નળ સરોવર, નળ સરોવરના કાયલા ગામની લીધી મુલાકાત, વાવાઝોડાની અસરને કારણે 62 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોની લીધી મુલાકાત, વાવાઝોડાને લઈને કોઈ તકલીફ પડે છે કે કેમ તે અંગે મેળવી માહિતી, વાવાઝોડાની સ્થતિ થાળે પડી જાય પછી નુકસાની સર્વેની કામગીરી કરવામાં આવશે

  • 18 May 2021 03:11 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડુ તાઉ તે અમદાવાદની નજીક પહોચી ચુક્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખબક્યો છે. વિવિધ વિસ્તારોમાં હાલમાં શું છે વરસાદનું અપડેટ જાણો

     

  • 18 May 2021 01:59 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: ગણતરીનાં સમયમાં તાઉ તે અમદાવાદ જિલ્લામાં પહોચશે, શહેરમાં પવન સાથે વરસાદ શરૂ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad:અમદાવાદનાં લોકો માટે તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર છે કે નળસરોવર ખાતે તે ગણતરીનાં સમયમાં પહોચી રહ્યું છે.

     

  • 18 May 2021 01:56 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદ નળસરોવર પહોચશે વાવાઝોડુ, 6 કલાકમાં નબળુ પડી જશે વાવાઝોડુ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદનાં લોકો માટે તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર છે કે નળસરોવર ખાતે તે ગણતરીનાં સમયમાં પહોચી રહ્યું છે. મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં  50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે.

     

  • 18 May 2021 01:49 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડા બાદ CM રૂપાણીએ યોજી બેઠક, 14 જિલ્લામાંથી મેળવી વિગતો

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: વાવાઝોડા બાદ સીએમ રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જેમાં તેમણે દરિયા કિનારાના 14 જિલ્લામાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી. સીએમ રૂપાણીએ કહ્યું કે અત્યારે પણ કેટલાંક વિસ્તારમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય છે. પવન અમદાવાદ તરફ આવી રહ્યો છે.

    હજુ આજ રાત સુધી તકેદારી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે- વાવાઝોડામાં 3 લોકોનાં મોત થયા છે. વાપી ખાતે 1, રાજકોટ જિલ્લામાં 1 બાળક અને ગારિયાધારમાં 80 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.પરંતુ વહીવટી તંત્રના એડવાન્સ પ્લાનિંગના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી. રાજ્યમાં ક્યાંય મોટી જાનહાનિ નથી થઈ. કુલ 2 હજાર 437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે જેમાં 484 ગામમાં પુરવઠો ચાલુ થઈ ગયો છે.

    વીજળીના 1 હજાર 81 થાંભલા પડી ગયા છે.. 196 રસ્તા બંધ થઈ ગયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજાર 500 કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે. નુક્સાન કેટલું થયું તેનો સર્વે હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. બગસરામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ થયો છે..આજે પણ કલેક્ટરો સાથે ચર્ચા કરી છે.

    કેટલીક જગ્યાએ પ્રાંત અધિકારી સાથે પણ સંપર્ક કર્યો છે. ખેતીમાં નુક્સાન અંગે પછી વિચારણાં થશે હાલ સ્થળાંતર પ્રક્રિયા પર ધ્યાન અપાઈ રહ્યું છે. હાલ કોઈ સંપર્ક વિહોણું નથી.

     

  • 18 May 2021 01:35 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર, અમદાવાદમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

    Cyclone Tauktae and Live Updates Ahmedabad:  તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર આવી રહ્યા છે.
    મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે.

     

  • 18 May 2021 01:23 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં વરસાદ, વાસણા બેરેજનાં 2 દરવાજા ખોલાયા

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડુ રાજ્યમાં તારાજી સર્જી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 5 વાગ્યાની આસપાસ અંદાજે 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 4 વાગ્યા બાદ ભારે પવન અને વરસાદ જોવા મળશે. ભારે વરસાદની આગાહીના પગલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો, સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડવાની શરુઆત કરવામાં આવી. વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા.

     

  • 18 May 2021 01:08 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: દીવનાં મલાલા ગામે આવેલા સોલર પ્લાન્ટને નુક્શાન

    Cyclone Tauktae and Live Updates Gujarat: દીવનાં ગંગેશ્વર મહાદેવની બાજુમાં મલાલા ગામના સરકારી સોલર પ્લાન્ટને નુકસાન પહોચ્યું છે. કરોડોના ખર્ચે બનાવેલા સોલાર પેનલ પ્લાન્ટને મોટું આર્થિક નુકસાન પહોચ્યું છે.

     

  • 18 May 2021 12:56 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગ પ્રમાણે વઢવાણ પાસેથી પસાર થશે વાવાઝોડુ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગ પ્રમાણે વઢવાણ પાસેથી પસાર થશે વાવાઝોડુ. અમદાવાદમાં સાંજ સુધીમાં વાવાઝોડાને લઈને પવન અને વરસાદની સ્થિતિનો અનુભવ થવા લાગશે. લોકોને કામ વગર બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી છે.

  • 18 May 2021 12:48 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં સાંજ સુધીમાં અસર વર્તાવાની શરૂ થશે

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં સાંજ સુધીમાં અસર વર્તાવાની શરૂ થશે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં અસર દેખાશે. લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

  • 18 May 2021 12:46 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગની આગાહી, 24 કલાક સુધી વાવાઝોડાની અસર

    Cyclone Tauktae and Live Updates Ahmedabad : હવામાન વિભાગની આગાહી, 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. અમદાવાદ સહિત અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

  • 18 May 2021 12:44 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: અમદાવાદમાં 50 થી 60 કિમિની ઝડપે ફુંકાઈ શકે છે પવન, ભારે વરસાદની આગાહી

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડુ રાજ્યમાં તારાજી સર્જી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 5 વાગ્યાની આસપાસ અંદાજે 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 4 વાગ્યા બાદ ભારે પવન અને વરસાદ જોવા મળશે. ભારે વરસાદની આગાહીના પગલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો, સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડવાની શરુઆત કરવામાં આવી. વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે.

     

  • 18 May 2021 12:29 PM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગીરસોમનાથ તાઉ તે વાવાઝોડાની સૌથી ગંભીર અસર ઉના તાલકાના કેસરિયા ગામે

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગીરસોમનાથ તાઉ તે વાવાઝોડાની સૌથી ગંભીર અસર ઉના તાલકાના કેસરિયા ગામે થઇ છે અનેક સ્થળો પર વિજળીનાં થાંભલા પડી ગયા છે તો મોટી સખ્યામાં વૃક્ષો ધરાશાય થયેલા જોવા મળ્યા. તાઉ તે વાવાઝોડાની આંખ કેસરિયા ગામમાં હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગઈકાલે રાત્રે ૧૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો પવન કે જેને લઈને કેસરિયા ગામના મોટાભાગના ઘરોના છાપરા ઊડી ગયા હતા અને કસરિયા ગામે 5 પશુના પણ વાવાઝોડામાં મોત થયા હતા.

     

  • 18 May 2021 11:42 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Ahmedabad: અમદાવાદ જિલ્લામાં ગણતરીની મિનિટોમાં આવી પહોચશે તાઉ તે વાવાઝોડુ

    Cyclone Tauktae and Live Updates Ahmedabad:અમદાવાદઃ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે તાઉ તે વાવાઝોડું. વાવાઝોડાથી અમદાવાદ જિલ્લામાં વિરમગામ અને ધંધુકા તાલુકામાં થશે અસર.વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવનની શરૂઆત થઈ છે. અમદાવાદના વિરમગામ અને માંડલ પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે તો
    વિરમગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ, ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજા પાસે પાણી ભરાયા છે તો વિરમગામ શહેર અને ગ્રામ્યમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ઘરાઈ છે.

     

     

     

  • 18 May 2021 11:34 AM (IST)

    CM Vijay Rupani LIVE: 2437 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો, વાવાઝોડામાં 3 લોકોનાં મોત

    CM Vijay Rupani LIVE: રાજ્યમાં વાવાઝોડાને લઈને 3 લોકોનાં મોત નોંધાયા છે. વાપી, રાજકોટ અને ગારીયાધારમાં આ મોત નોંધાયા છે.

  • 18 May 2021 11:30 AM (IST)

    CM Vijay Rupani LIVE: 35 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો, બગસરામાં સૌથી વધારે 9 ઈંચ વરસાદ પડ્યો

    CM Vijay Rupani LIVE: 35 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો, બગસરામાં સૌથી વધારે 9 ઈંચ વરસાદ પડ્યો. 16500 કાચા મકાનને અસર થઈ.

  • 18 May 2021 11:27 AM (IST)

    CM Vijay Rupani LIVE: વાવાઝોડુ નબળુ પડ્યું છે પણ જોખમ યથાવત, 40 હજાર વૃક્ષો પડી ગયા

    CM Vijay Rupani LIVE: ગુજરાતનાં મુખ્યપ્રધાને વિગતો આપતા જણાવ્યું કે 40 હજાર જેટલા વૃક્ષો પડી ગયા છે. 2 લાખથી વધુ લોકો સ્થળાંતર કરાવાયા હતા તેને લઈને જાનહાની ટાળી શકાઈ. 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો તે પાછો લાવી દેવામાં આવ્યો છે.

     

  • 18 May 2021 11:22 AM (IST)

    CM Vijay Rupani LIVE: ગુજરાત સરકારની તૈયારીનાં પગલે મોટી દુર્ઘટના નથી ઘટી, જાનહાની નથી થઈ

    CM Vijay Rupani LIVE: ગુજરાત સરકારની તૈયારીનાં પગલે મોટી દુર્ઘટના નથી ઘટી, જાનહાની નથી થઈ. વાવાઝોડા સામે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તે કામ લાગ્યું

  • 18 May 2021 11:20 AM (IST)

    Cyclone Tauktae and Live updates Gujarat: રાજ્ય સરકારનાં મુખ્ય અધિક સચિવ પંકજ કુમાર LIVE

    Cyclone Tauktae and Live updates Gujarat: તાઉતે વાવાઝોડાને લઈ ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે અસર થઈ, 150 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો

  • 18 May 2021 11:01 AM (IST)

    Cyclone Tauktae and Live updates Ahmedabad: ‘તાઉ તે’ ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે, ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું

    Cyclone Tauktae and Live updates Ahmedabad: તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. ૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું છે તો જિલ્લાના ૪ તાલુકાના ૨૨૩ આશ્રય સ્થાનો આશ્રિતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લા વહવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે.
    અમદાવાદ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં આશ્રય સ્થાનો કાર્યરત કરાવવામાં આવ્યા છે.આ પૈકી ધોલેરા તાલુકામાં ૪૨, ધંધૂકામાં ૪૦,સાણંદમાં ૭૨, વિરમગામમાં ૪ અને ઘોળકા તાલુકામાં ૬૫ આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્તદરિયાકાંઠાના ૧૬ ગામો પૈકીના ૪૫૨૪ લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાં ૨૯૨૪ પુરુષ, ૧૨૫૩ સ્ત્રી અને ૩૪૭ બાળકોનો સમાવેશ થાય છે.

    આ તમામ સ્થળાંતર કરાયેલ લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામાં આવ્યા છે. આ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં વ્યક્તિને આશ્રિત કરવામાં આવે છે. જો આ ટેસ્ટીંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ પોઝીટીવ જણાઇ આવે તો તેવા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઇ છે.
    ૪૫૨૪ સ્થળાંતરિત કરાયેલ વ્યક્તિઓ પૈકી અત્યાર સુધીમાં એક પણ કોરોના સંક્રમિત જણાઇ આવેલ નથી. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાતા તમામ ગ્રામજનો, શ્રમિકો, બાળકો સહિતના લોકોને જમવાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

    તાઉ તે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠા વિસ્તારના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં પોલીસ તંત્ર અને હવામાન વિભાગ દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી કાચા આવાસો અને ઝૂંપડીમાં રહેતા લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

    જણાવવું રહ્યું કે ગઈકાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ સમગ્રતયા પરિસ્થિતિનું જાત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

  • 18 May 2021 10:44 AM (IST)

    Cyclone Tauktae and Live updates Gujarat: દીવમાં ભારે વરસાદ સાથે પવન

    Cyclone Tauktae and Live Updates Gujarat: દીવમાં ફરીથી વરસાદ અને તેજ પવન શરૂ થયો છે. પવનની દિશામાં ફેરફાર થયો. વાવાઝોડા સમયે ઉના તરફથી પવન ફુકાતો હતો અને હાલ વેરાવળ તરફથી પવન ફુકાઈ રહયો છે. વાવાઝોડાને કારણે દીવમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. લશ્કરના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે.

     

  • 18 May 2021 10:36 AM (IST)

    Cyclone Tauktae and Live Mumbai: મધદરિયે જહાજ ડુબ્યુ હોવાના સમાચાર, 170 ગુમ જ્યારે 146ને બચાવાયા હોવાનો દાવો

    Cyclone Tauktae and Live Updates Mumbai: તાઉ તે વાવાઝોડાનાં પગલે મુંબઈનાં દરિયામાં એક જહાજ ડુબ્યાનાં સમાચાર છે. 170 જેટલા લોકો ડુબ્યા અને 146 લોકોને બચાવાયાની વાત છે. ONGC માટે કામગીરી થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે.

  • 18 May 2021 10:20 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: Cyclone Tauktae and Live Updates Gujarat: સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે તાઉ’તે વાવાઝોડું ,વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવનની શરૂઆત, જિલ્લા તંત્ર સજ્જ બન્યુ

    Cyclone Tauktae and Live Updates Gujarat: સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે તાઉ’તે વાવાઝોડું , વાવાઝોડાથી અમદાવાદ જિલ્લામાં વિરમગામ અને ધંધુકા તાલુકામાં થશે અસર, વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવનની શરૂઆત, વહીવટી તંત્ર આ બંને તાલુકામાં ખડેપગે. જે જિલ્લામાં અસર થશે તે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે અગમચેતીના પગલાં, ગ્રામજનોનું સુરક્ષિત સ્થળો પર કરવામાં આવ્યું છે સ્થળાંતર,હોર્ડિંગ્સ અને બોર્ડ ને ઉતારી લેવામાં આવ્યા.

     

  • 18 May 2021 10:10 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: સુરતમાં તાઉતેને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડોનું નુકસાન, ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા મોટું નુકસાન

    Cyclone Tauktae and Live Updates Gujarat: સુરતમાં તાઉતેને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડોનું નુકસાન
    ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા મોટું નુકસાન થયાનાં સમાચાર છે.ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો વાવાઝોડાએ છીનવ્યો છે.

     

  • 18 May 2021 09:56 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Navsari: નવસારીમાં દરિયા કિનારે ઉછળ્યા ઉંચા મોજા, તંત્રની સતત નજર ગામડાઓ પર

    Cyclone Tauktae and Live Updates Navsari: નવસારી જિલ્લાના દરિયાકાંઠા પર વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચાર કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં વીજળી ગુલ થઇ ગઈ છે. નવસારી જિલ્લામાં આવતા વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં કરંટ સાથે ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે . જોકે તંત્ર આ તાઉ તે વાવાઝોડાની ગતિ વિધિઓ ઉપર સતત નજર રાખી ને બેઠું છે. તમામ દરિયા કિનારા પર પોલીસ જવાનો સજ્જ કરવામાં આવ્યા છે.

     

  • 18 May 2021 09:52 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: દીવમાં રાહત અને બચાવ કામગીરી માટે લશ્કરની 6 ટુકડી રવાના  

    Cyclone Tauktae and Live Updates Gujarat:  મળતી માહિતિ પ્રમાણે વાવાઝોડાની વધારે અસર દીમાં પણ જોવા મળી છે અને એટલે જ દીવમાં રાહત અને બચાવ કામગીરી માટે લશ્કરની 6 ટુકડી રવાના  થઈ છે.

     

  • 18 May 2021 09:46 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: વાવાઝોડાની સૌથી વધુ અસર ઉના તાલુકાનાં કસરિયા ગામે થઈ

    Cyclone Tauktae and Live Updates Gujarat:  તાઉ તે વાવાઝોડાની સૌથી ગંભીર અસર ઉના તાલકાના કેસરિયા ગામે થઇ છે. તાઉ તે વાવાઝોડાની આંખ કેસરિયા ગામમા હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગઈકાલે રાત્રે ૧૭૦ કિમી ઝડપે પવન ફૂંકાતા કેસરિયા ગામના મોટાભાગના ઘરોના છાપરા ઊડી ગયા છે અને કસરિયા ગામે પ પશુના પણ વાવાઝોડામા મોત તયા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • 18 May 2021 09:20 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડું નબળું પડીને સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બન્યું, હાલ વાવાઝોડું અમરેલીથી પૂર્વ દિશામાં 10 કિમિ દૂર

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડું નબળું પડીને સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બન્યું છે.
    હાલ વાવાઝોડું અમરેલીથી પૂર્વ દિશામાં 10 કિમિ દૂર છે અને છેલ્લા 3 કલાકથી વાવાઝોડું 11 કિમિ પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર -ઈશાન દિશા તરફ વધી રહ્યું છે આગળ.

     

  • 18 May 2021 09:15 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Bhavnagar: ભાવનગરમાં ભારે પવનથી બિલ્ડીંગનાં કાચ ટુટ્યા, જુઓ LIVE VIDEO

    Cyclone Tauktae and Live Updates Bhavnagar: ભાવનગરમાં ભારે પવનને કારણે મકાનોના કાચ તૂટ્યા હતા.
    કાચ તુટવાના લાઇવ દૃશ્યો આવ્યા સામે.

     

  • 18 May 2021 09:12 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Bhavnagar: જુઓ ભાવનગરમાં વાવાઝોડા બાદ શહેરની શું સ્થિતિ છે

    Cyclone Tauktae and Live Updates Bhavnagar: ભાવનગરમાં વાવાઝોડાને લઈને ઘણું નુક્શાન જોવા મળી રહ્યું છે. ઠેકઠેકાણે ભારે પવનથી વૃક્ષો પડી જવા કે વરસાદથી પાણી ભરાઈ જવા જેવા દ્રશ્યો સામે આવ્યા છે.

     

  • 18 May 2021 09:09 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: વાવાઝોડા બાદ દરિયા કિનારાની તાજા તસવીર, હજુ પણ જોવા મળીલ રહ્યો છે કરંટ

    Cyclone Tauktae and Live Updates Gujarat: વાવાઝોડા બાદ દરિયા કિનારાની તાજા તસવીર, હજુ પણ જોવા મળીલ રહ્યો છે કરંટ

  • 18 May 2021 09:05 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Bhavnagar: ભાવનગરમાં અતિભારે વરસાદ સાથે પવન, સમગ્ર શહેરમાં વીજપ્રવાહ બંધ

    Cyclone Tauktae and Live Updates Bhavnagar:ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અતિભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે અને સમગ્ર શહેરમાં વિજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનો વેગ જો ઓછો ના થાય તો ભાવનગરમાં મુશ્કેલી વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. મહુવાના વાંગર ગામે 10થી વધારે મકાન ધરાશાયી થઈ ગયા છે.મહુવામાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે જેને લઈને મહુવા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે, અનેક જગ્યા પર વિજપોલ ધરાશાય અને વૃક્ષો પડવાનાં દ્રશ્યો સર્જાયા છે.

     

  • 18 May 2021 08:58 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: દશકો બાદ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યુ વાવાઝોડુ, 190 કિમિની ઝડપે ફુંકાયો પવન, ગુજરાતમાં નૌસેના અને સેનાની ટુકડીઓ તૈનાત, 180 રાહત અને બચાવ દળની ટીમો સ્ટેન્ડ બાય

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે ‘તાઉ તે’ વાવાઝોડું. રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું. જાફરાબાદ અને પીપાવાવમાં 185 કીમી પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ છે. આ વિસ્તારમાં અમુક તાલુકામાં પાવર કટ કરાયો હતો, વૃક્ષો ધરાશાયી થયા છે જો કે એક પણ કોવિડ હોસ્પિટલમાં કોઈ અવરોધ થયો નથી. 5થી 6 મીટર સુધી દરિયાના મોજાં ઉછળ્યા છે જો કે અત્યાર સુધીમાં મળતી માહિતિ પ્રમાણે જાનહાની થઈ નથી અને લોકો સલામત છે. વાવાઝોડું હવે લેન્ડ ફોલ તરફ આગળ વધી રહ્યું છે.

    તાઉ તે વાવાઝોડાએ સર્જી તારાજી 
    દશકો બાદ ગુજરાતના દરિયાકાંઠાના ટકરાયું સૌથી મોટું ચક્રવાત
    190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
    દીવમાં 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
    દરિયાના મોજા 3 મીટર ઊંચા ઉછળતા જોવા મળ્યા
    મહારાષ્ટ્ર પાસે આવેલા દરિયાના તોફાનમાં 6 લોકોનાં મોત
    સોમવારે મુંબઈમાં 114 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
    કર્ણાટકમાં તાઉ તે વાવાઝોડાના કારણે 8 લોકોના થયા મૃત્યું
    ચક્રવાતના કારણે કર્ણાટકના 121 ગામડાં પ્રભાવિત થયા
    કેરળમાં તાઉ તે વાવાઝોડાના કારણે 7 લોકો મોતને ભેટ્યા
    કેરળમાં 1500 જેટલા મકાનો ક્ષતિગ્રસ્ત થયા
    ગુજરાત સરકારે લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યા
    દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદની છે આગાહી
    મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ વરસી શકે છે વરસાદ
    કોરોનાના દર્દીઓને મુશ્કેલી વિના સારવાર મળી રહે તેવી વ્યવસ્થા
    ડૉક્ટર્સ અને મેડીકલ સ્ટાફને પ્રભાવિત રાજ્યોમાં મોકલાયા
    ગુજરાતમાં નૌસેના અને સેનાની ટુકડીઓ તૈનાત
    180 રાહત અને બચાવ દળની ટીમો સ્ટેન્ડ બાય
    એન્જિનિયર ટાસ્ક ફોર્સ પણ સ્ટેન્ડ બાય

     

     

  • 18 May 2021 08:44 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Amreli: અમરેલી શહેરમાં તાઉ તે વાવાઝોડાની ભારે અસર, અનેક વૃક્ષો ધરાશાય થતા હટાવવાની કામગીરી શરૂ

    Cyclone Tauktae and Live Updates Amreli:અમરેલી શહેરમાં તાઉ તેની ભારે અસર જોવા મળી છે. ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે તો વૃક્ષો પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. વૃક્ષો હટાવવા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે.

     

     

  • 18 May 2021 08:39 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Valsad: વલસાડ જિલ્લામાં વાવાઝોડાનાં પગલે દુકાનોનાં શેડ અને બોર્ડ તૂટ્યા, ભારે પવન સાથે વરસાદ

    Cyclone Tauktae and Live Updates Valsad: વલસાડ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર દેખાઈ છે. મોડી રાત્રે જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે તો જિલ્લામાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ધરમપુર રોડ પર વરસાદને કારણે રસ્તા પર ભરાયા પાણી ભરાયા છે તો ધરમપુર રોડ આવેલ દુકાનોના શેડ અને બોર્ડ તૂટયા છે. ભારે પવન સાથે વરસાદના કારણે ઝાડ અને પતરા ધરાશાયી

     

  • 18 May 2021 08:35 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: વાવાઝોડાનાં પગલે ગીરસોમનાથ વિસ્તારમાં વ્યાપક નુક્શાન

    Cyclone Tauktae and Live Updates Gujarat: તાઉ તે વાવાઝોડાને લઈને હજુ સુધી તેની અસર દેખાઈ રહી છે અને ભારે પવન અને વરસાદ ફુંકાઈ રહ્યો છે. જાણો શું છે સ્થિતિ ગીરસોમનાથ વિસ્તારની …

     

     

  • 18 May 2021 07:05 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગુજરાતને હજુ પણ ઘમરોળી રહ્યું છે ‘તાઉ તે’ વાવાઝોડું, દીવથી પ્રવેશી વાવાઝોડું અમરેલીના દામનગર અને ઢસાની વચ્ચે પહોંચ્યું

    Cyclone Tauktae and Live Updates Gujarat:

    ગુજરાતને હજુ પણ ઘમરોળી રહ્યું છે ‘તાઉ તે’ વાવાઝોડું
    દીવથી પ્રવેશી વાવાઝોડું અમરેલીના દામનગર અને ઢસાની વચ્ચે પહોંચ્યું
    ગઈકાલે રાત્રે 8.30 વાગ્યે દીવના વણાંકબારાએ ટકરાયું હતું વાવાઝોડું
    વાવાઝોડું ત્રાટક્યું તે સમયે 185થી 200 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો પવન
    તાઉ-તે વાવાઝોડાના કારણે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ
    સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારો વેરણ-છેરણ
    દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી
    દરિયાકાંઠાના ગ્રામ્ય અને કેટલાક શહેરી વિસ્તારોમાં વીજળી ગુલ

     

  • 18 May 2021 07:03 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: અમરેલી પંથકમાં વાવાઝોડાની અસર તળે ભારે પવન સાથે વરસાદ

    Cyclone Tauktae and Live Updates Gujarat: અમરેલીમાં તાઉતે વાવાઝોડાને પગલે પવનની તિવ્રતા વધુ છે. કુંકાવાવ ગામે પવનના જોરદાર સુસવાટા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વડિયામા વિજળી ગુલ છે. જાફરાબાદમાં ‘તાઉ તે’ વાવાઝોડાની તોફાની અસર દેખાવા લાગી છે. જાફરબાદ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે

     

  • 18 May 2021 07:00 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: પોરબંદરમાં તાઉ તેની અસર હજુ વર્તાઈ રહી છે, સોમનાથ હાઈવે પર અસંખ્ય વૃક્ષ ધરાશાય

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયા બાદ તાઉતે વાવાઝોડાની અસર હજુપણ યથાવત છે. ગઈકાલ રાતથી ફૂંકાઈ રહેલા ભારે પવન અને વરસાદ અત્યારે પણ યથાવત છે અને સોમનાથ હાઈવે પર અનેક સ્થળોએ ઝાડ પડયા છે. ભારે વરસાદ અને પવનને પગલે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો
    અનેક વિસ્તારોમાં હજુપણ વીજપ્રવાહ ખોરવાયેલો છે. સમગ્ર હાઈવેનાં વિસ્તાર પર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા છે.

     

  • 18 May 2021 06:55 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: ગીર સોમનાથમાં ભારે પવન સાથે સતત વરસાદ, દરિયામાં કરંટ યથાવત

    Cyclone Tauktae and Live Updates Gujarat: ઉનામાં દરિયો તોફાની બન્યો છે. ઉના નજીક નવાબંદરના તોફાની દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે તો દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથનાં ઉનામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, તાઉ તે વાવાઝોડાના પગલે ઉનામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

     

  • 18 May 2021 06:47 AM (IST)

    Cyclone Tauktae and Live Updates Gujarat: રાજ્યમાંથી તાઉ તે વાવાઝોડુ પસાર, કોઈ પણ ગંભીર ફોન ન આવ્યો હોવાનો સરકારનો દાવો

    Cyclone Tauktae and Live Updates Gujarat: રાજ્યમાં તાઉ તે વાવાઝોડા અને તેનાથી સર્જાતી સ્થિતિ પર રાજ્ય સરકારે સંપૂર્ણ નજર રાખી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM રૂપાણી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાંથી સતત અસરગ્રસ્ત અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટર અને DDO સાથે ટેલિફોનિક ચર્ચા કરીને માહિતી મેળવી રહ્યા હતા. CM રૂપાણીએ વલસાડ, ગીર સોમનાથના કલેક્ટરો સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તથા દરિયાકાંઠાના જિલ્લાઓના અધિકારીઓને સતત સતર્ક રહેવા અને જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમમાં પહોંચાડતા રહેવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશથી લઇને લેન્ડફોલની પ્રક્રિયા સુધી કોઇ પણ જિલ્લામાં અસાધારણ કે ગંભીર ફોન ન આવ્યા હોવાનો પણ સરકારે દાવો કર્યો છે.

  • 18 May 2021 12:41 AM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: તાપીમાં ઝાડ પડતા બાઈક ચાલકે સ્ટેયરિંગ પર ગુમાવતા થયું મોત

    Cyclone Tauktae Tracker and Live Updates: તાપીમાં ઝાડ પડતા બાઈક ચાલકે સ્ટેયરિંગ પર ગુમાવતા થયું મોત

     

  • 18 May 2021 12:07 AM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: દીવ અને ઉના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

    Cyclone Tauktae Tracker and Live Updates: ભારે પવન સાથે દીવ અને ઉના વિસ્તારમાં વરસાદ વરસ્યો

  • 17 May 2021 11:42 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે ત્રાટક્યુ, ગીર સોમનાથને તોફાની પવને ધમરોળ્યું

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે ત્રાટક્યુ, ગીર સોમનાથને તોફાની પવને ધમરોળ્યું

     

     

     

  • 17 May 2021 09:54 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: ‘તાઉ તે’ ગુજરાતના દરિયાકાંઠે દીવ અને ઉના વચ્ચે ત્રાટક્યુ, રાજ્યમાં તેની અસર ચાર કલાક સુધી રહેશે: CM રૂપાણી

    Cyclone Tauktae Tracker and Live Updates:અતિ ગંભીર ચક્રવાત ‘તાઉ તે’ ગુજરાતના દરિયાકાંઠે દીવ અને ઉના વચ્ચે ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે અને રાજ્યમાં તેની અસર ચાર કલાક સુધી રહેશે,.CM રૂપાણીએ કહ્યું કે, રાત્રે 1 વાગ્યા સુધી પવન ફૂંકાશે.

    વાવાઝોડું જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે ગીર સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર પંથકમાં 80થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢને વધારે અસર થઇ રહી છે તો અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તો ગીર સોમનાથના તાલાલામાં મોબાઇલ ટાવર ધરાશાયી થયો. કાંઠા વિસ્તારની સાથે મોરબી, વિરમગામ, ડભોઇમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો.

  • 17 May 2021 08:45 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: ગુજરાતનાં દરિયા કિનારે તાઉ તે વાવાઝોડુ ટકરાયું, હવામાન વિભાગે સત્તાવાર કરી જાહેરાત

    Cyclone Tauktae Tracker and Live Updates:   ‘તાઉ તે’ વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું ‘તાઉ તે’ વાવાઝોડું અને આગામી બે કલાકમાં થશે લેન્ડફોલની પ્રક્રિયા. વાવાઝોડા ના બાહ્ય વાદળો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે જેને લઈને ચાર જિલ્લામાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ. 155થી 175 કિમી પ્રતિકલાકની ઝડપથી ફુંકાશે પવન અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો

     

  • 17 May 2021 08:37 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: અમદાવાદ શહેરમાં ભારે વરસાદ સાથે વાતાવરણમાં પલટો

    Cyclone Tauktae Tracker and Live Updates: અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા પગલે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે.

  • 17 May 2021 07:56 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનો માહોલ

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડાની ગણતરીઓ ગણાઈ રહી છે તે પહેલા સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દીવમાં 100 કિમિની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને વીજ પૂરવઠો બંધ કરી દેવાની ફરજ પડી હતી.

     

  • 17 May 2021 07:47 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: અમરેલી-જાફરાબાદના શિયાળબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ ભારે પવન અને વરસાદ વચ્ચે તણાઈ

    Cyclone Tauktae Tracker and Live Updates: અમરેલી-જાફરાબાદના શિયાળબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ ભારે પવન અને વરસાદ વચ્ચે તણાઈ ગઈ હતી. દરિયાની થપાટો વચ્ચે હોડી ટુટી ગઈ હતી. રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા આ અંગે તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે.

     

  • 17 May 2021 07:42 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: DGP આશિષ ભાટીયા દ્વારા વાવાઝોડાને લઈને કન્ટ્રોલ રૂમનાં નંબર જાહેર કરાયા

    Cyclone Tauktae Tracker and Live Updates: રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને જનતામાં કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા ખાસ કન્ટ્રોલ રૂમ સાથે નંબર જાહેર કરવામાં આવ્યા હતા.

     

  • 17 May 2021 07:30 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડાનાં પગલે ભારતીય સેના સુસજ્જ

    Cyclone Tauktae Tracker and Live Updates:  તાઉ-તે વાવાઝોડું ધીરે-ધીરે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યું છે. તાઉ-તે વાવાઝોડાના પગલે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજજ બની ગઇ છે. મામ સાધનો, કોમ્યુનિકેશન અને એન્જીનયર ટાસ્ક ફોર્સ કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને આર્મીની ટીમ તૈયાર થઇ ગઇ છે. સંભવિત ખતરાને જોતા ભારતીય સેનાની 12 ટીમ બચાવકાર્ય માટે ખડેપગે છે. જામનગર મિલિટરી સ્ટેશનથી સેનાની 12 ટીમ સાધન સામગ્રી સાથે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની સૌથી મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી ગણાતા દીવમાં જોવા મળવાની આશંકા છે.

     

  • 17 May 2021 06:54 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: ઘોઘામાં ભારે પવન સાથે દરિયો બન્યો તોફોની, જાણો ક્યાં છે વાવાઝોડુ અને કેટલા વાગ્યે આવી પહોચશે

    Cyclone Tauktae Tracker and Live Updates: ભાવનગર તાઉતે વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. ઘોઘા બંદર પર 9 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયું છે. તાઉ તે વાવાઝોડું ટકરાવવાની સંભાવનાને પગલે તંત્ર વધુ સતર્ક બની ગયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના સાથે
    તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શાળાઓ તેમજ સલામત સ્થળે ખસેડી દેવાયા છે જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 43 ગામોના 700 લોકોનું સ્થળાંતરનો સમાવેશ થાય છે.

     

  • 17 May 2021 06:43 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડું ગણતરીની મિનિટો બાદ ગુજરાતના કાંઠે ત્રાટકશે, દીવમાં વીજ પૂરવઠો બંધ

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડું ગણતરીની મિનિટો બાદ ગુજરાતના કાંઠે ત્રાટકશે.. દીવથી 75 કિલોમીટર જ દૂર છે વાવાઝોડું.. દીવમાં વીજ પુરવઠો બંધ કરાયો.

     

  • 17 May 2021 06:36 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડા પર કેન્દ્રની સીધી નજર, PM MODIએ CM રૂપાણી સાથે કરી ટેલીફોનિક વાત, ગુજરાતમાં હવે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ

    Cyclone Tauktae Tracker and Live Updates: ‘તાઉ તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. હાલમાં વાવાઝોડું દીવથી 90 કિલોમીટર દૂર રહી ગયું છે. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું અને રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ‘તાઉ તે’ વાવાઝોડું ત્યારે પવનની ઝડપ 155થી 185 કિલોમીટર પ્રતિ કલાક હશે. સ્થિતિને જોઈને સંભવિત અસગ્રસ્ત વિસ્તારોમાંથી 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે તો વેરાવળ-જાફરાબાદ બંદરે ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસર તળે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડાં મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી છે.

     

  • 17 May 2021 04:16 PM (IST)

    Cyclone Tauktae Tracker and Live Updates Mumbai: મુંબઈનાં ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે ઉછળ્યા દરિયામાં મોજા, જુઓ LIVE દ્રશ્યો

    Cyclone Tauktae Tracker and Live Updates Mumbai: ગોવાને ઘમરોળ્યા બાદ તાઉતે ત્રાટક્યું મહારાષ્ટ્ર પર. મુંબઇ નજીકથી તાઉ તે ચક્રવાત પસાર થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ગ્રાંટ રોડ, હિંદમાતા, પેડર રોડ, દાદર, સાયન, અંધેરી અને ઠાણેના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા. મુંબઇ શહેર અને તેની આસપાસ અલગ અલગ 50 જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. વૃક્ષો પડવાનાં કારણે ટ્રાફિકને પણ અસર થઇ. મુંબઇ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરી દેવાયું. હવામાન વિભાગે મુંબઇ, ઠાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે રાયગઢમાં રેડ એલર્ટ અપાયું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 12500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.

  • 17 May 2021 04:03 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Mumbai: તાઉ તે વાવાઝોડાનાં પગલે મુંબઈમાં 120 કિમિની ઝડપે પવન ફુંકાયો, અનેક વૃક્ષો ધરાશાયી, ધોધમાર વરસાદથી પાણી ભરાયા

    Cyclone Tauktae Tracker and Updates Mumbai: તાઉતે વાવાઝોડુ મુંબઇની નજીકથી પસાર થતા મુંબઇ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. મુંબઇના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. અંધેરી, હિંદમાતા, પેડર રોડ, દાદર, વર્લીમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અહીં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.. પાણી ભરાવાના કારણે ટ્રાફિકને પણ અસર થઇ છે.

     

  • 17 May 2021 03:27 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Valsad: વલસાડના તિથલના દરિયાકાંઠેથી હટવાની લોકોની “ના”

    Cyclone Tauktae Tracker and Updates Valsad: તાઉ તે વાવાઝોડાની અસર હેઠળ વલસાડના તિથલના દરિયાકાંઠે ઓટ દેખાઈ રહી છે, જો કે દરિયામાં જોરદાર કરંટ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.  દરિયાકાંઠેથી દૂર જવામાં લોકો આનાકાની કરી રહ્યાં છે,  અહીં ચોરી થતી હોવાથી લોકો સ્થળાંતર કરવા તૈયાર થતા નથી.

     

  • 17 May 2021 03:13 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: જુઓ રીઅલ ટાઈમ વાવાઝોડાનું લોકેશન, હાલમાં ક્યાં છે વાવાઝોડુ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉતે વાવાઝોડું રાત સુધીમાં ગુજરાત પરથી પસાર થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે વચ્ચે જુઓ કે હાલમાં આ વાવાઝોડુ ખરેખર છે ક્યાં?

     

  • 17 May 2021 03:09 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: કચ્છના તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાવાયુ, 6000 કરતા વધારે લોકોનું સ્થળાંતર

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: કચ્છના તમામ બંદરો પર 8 નંબરનુ સિગ્નલ લગાવાયુ છે. મુન્દ્રા અદાણી બંદર પર ઓપરેશનલ કાર્ય સંપુર્ણ બંધ છે. વહીવટી તંત્ર દ્રારા મુન્દ્રાના તમામ દરિયાઇ વિસ્તારોમા પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. 6000 થી વધુ લોકોનુ સ્થળાંતર કરાયુ. મુન્દ્રા,ભદ્રેશ્વર સહિતના માછીમારી વિસ્તારમાથી લોકોનુ સ્થળાંતર કર્યા બાદ સતત ચેકીંગ કરાઈ રહ્યું છે.

  • 17 May 2021 02:49 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: હવામાન વિભાગની આગાહી, દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે, સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે 160 થી લઈને 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને નવસારીના દરિયાકાંઠે વધુ અસર થશે. આ વાવાઝોડાને પગલે 18મેએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

     

     

  • 17 May 2021 02:40 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: સાંજે 7 વાગ્યે વાવાઝોડું દિવ ટકરાઈ શકે છે, જિલ્લા કલેક્ટરે આપી માહિતિ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat:દિવ જિલ્લા કલેક્ટર શલોની રોયનું નિવેદન આવ્યું છે કે સાંજે 7 વાગ્યે વાવાઝોડું દિવ ટકરાશે. હાલમાં બે એનડીઆરએફની ટીમ દિવમાં સ્ટેન્ડ ટુ છે અને સાંજ સુધીમાં બે આર્મીની ટુકડીઓ દિવ પહોંચશે. 100 કિલોમીટર પ્રતિ કલાકે સ્પીડ પહોંચતા વીજળી બંધ કરી દેવામાં આવશે. કોવિડ હોસ્પિટલોમાં પાવર બેક અપ રાખેલ છે,ઓક્સિજન પણ પુરતા પ્રમાણમાં છે અને દરેક મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.

     

  • 17 May 2021 02:36 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાતનાં દરિયા કાંઠે ટકરાશે તાઉ તે, જાણો વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાતનાં દરિયા કાંઠે ટકરાશે તાઉ તે, જાણો વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું

     

  • 17 May 2021 01:56 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: “તાઉ તે” વાવાઝોડુ  બુલેટિન, જાણો શું કહી રહ્યું છે હવામાન વિભાગ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી. દૂર સ્થિત છે.
    ”તાઉ તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૦ થી ૧૮૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

     

  • 17 May 2021 01:06 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: દીવમાં વરસાદની શરૂઆત, 1200 બોટ દરિયાકાંઠે લાંગરવામાં આવી

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: દીવમાં તાઉ તે વાવાઝોડાની અસરથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દીવ અને ઉના પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાનો ખતરો અને ભૂકંપના આંચકાથી લોકો ભયભીત હતા. જો કે તંત્રએ દીવમાં NDRFની 2 ટીમો તૈનાત કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવી દીધુ છે કે જેથી કરીને કોઈ મુશ્કેલી ન ઉભી થાય. દીવની 1200 બોટ દરિયાકાંઠે લાંગરવામાં આવી છે અને બહારના જિલ્લામાંથી આવેલા માછીમારોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

     

  • 17 May 2021 12:35 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જિલ્લા કલેક્ટરો સાથે બેઠક, તમામ સંભાવનાઓને આધિન તૈયારીઓને આખરી ઓપ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat:

    મુખ્યપ્રધાન વિજયરૂપાણીની પ્રેસ કોન્ફરન્સનાં મહત્વનાં મુદ્દા
    કલેક્ટરો સાથે વાતચીત કરી લેવામાં આવી છે અને સાંજે 8 વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. જો કે તમામ સંભાવનાને આધિન તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને ભારે પવન કે વરસાદથી તકલીફ થાય તે સંભાવનાને આધિન દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે, તમામ ટીમો કાર્યરત છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ પહોંચી ગઈ છે.

    મુખ્ય મુદ્દા
    હજુ સ્થળાંતર ચાલુ છે
    પાવર બેક અપ ઊભો કરવા સુચના અપાઈ છે
    661 ટીમ વીજ કંપનીના કર્મચારીઓની ટીમ કાર્યરત છે.
    1428 જગ્યાએ પાવર બેક અપ ઊભા કરાયા છે.
    444 આરોગ્યની ટીમ કામે લગાડી છે.
    174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ
    607 જેટલી 108ની એમ્બ્યુલન્સ
    3 દિવસ ચાલે એટલા રેમડેસિવીર ઇન્જેક્શન મોકલ્યા છે.
    ઓક્સિજન માટે 1700 ટન જેટલી વ્યવસ્થા કરાઈ છે.
    રાત્રી કર્ફયુ બાબતે આજે સાંજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
    કેન્દ્ર સરકાર , પીએમ અને ગૃહ મંત્રી સતત સંપર્કમાં છે
    એરફોર્સ, નેવીને પણ એલર્ટ રહેવાની સુચના છે
    તમામ માછીમારો અને તેમની બોટ પરત આવી ગઈ છે.
    પશુઓના સ્થળાંતર માટે પ્રક્રિયા ચાલુ છે

     

  • 17 May 2021 12:12 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Mumbai: તાઉ તે વાવાઝોડુ હવે મુંબઈથી 160 કિમિ દુર, ઓરેન્જ એલર્ટ વચ્ચે 2 વાગ્યા સુધી વિમાની સેવા બંધ કરાઈ

    Cyclone Tauktae Tracker and Updates Mumbai:મુંબઈમાં તાઉ તે વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મુંબઇ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોર 2 વાગ્યા સુધી તમામ વિમાન સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની અસર વચ્ચે દાદર, વરલી, માટુંગા અને માહીમમાં ભારે વરસાદ પડ્યો.
    મુંબઇનાં મરીન ડ્રાઇવ બીચ પર ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તાઉ તે મુંબઇથી 160 કિમી દૂર છે.

     

  • 17 May 2021 12:01 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 3 હજારથી વધારે લોકોનું સ્થળાંતર

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 3 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરી પારેખ કોલેજમાં આશ્રય આપવામાં આવ્યો છે. આ કોલેજમાં સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવાઝોડામાં જાનમાલ કે પશુઓને કોઈ ખુવારી ન થાય તે માટે સલામત સ્થળે ખસેડવા તાકીદ કરવામાં આવી છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા, સાંસદ નારણ કાછિડયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.

     

  • 17 May 2021 11:54 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: પોરબંદરમાંથી 7 હજાર લોકોનું સ્થળાંતર

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: પોરબંદર વાવાઝોડાને પગલે પોરબંદરમાંથી 7 હજાર લોકોનું સ્થળાંતર કરીને સરકારી સ્કૂલ-કોલેજોમાં લોકોને આશરો અપાયો છે. પોરબંદર સાયન્સ કૉલેજમાં 500 લોકોને ખસેડાયા છે અને દરિયા કિનારાના લોકોને રાહત શિબિરમાં આશરો અપાયો છે.

  • 17 May 2021 11:49 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ભાવનગરનાં ઘોઘાના દરિયામાં તીવ્ર કરંટ, ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ભાવનગરનાં ઘોઘાના દરિયામાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલમાં દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા જેને લઈને મહુવાના દરિયાકાંઠાના ગામોને વાવાઝોડાના પગલે સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહુવાના 13 ગામના 8000 લોકોને સ્થળાંતર કરાવી દેવાયા છે. બંદર અને કતપરના લોકોના કહેવા મુજબ દરિયામાં કરંટ વધ્યો છે. હાલ મહુવાના દરિયાકિનારે 40 કિમિની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.

     

  • 17 May 2021 11:44 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાડાયુ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.. દરિયામાં માછીમારી કરવા ગયેલી 1178 હોડીઓમાંથી મોટાભાગની હોડીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે. પવનની સ્થિતિને જોતા તંત્ર દ્વારા વેરાવળ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

  • 17 May 2021 11:41 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: પોરબંદર પોર્ટ પર 8 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: પોરબંદર પોર્ટ પર 8 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની તાકાત વધતા 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સિગ્નલને ભયસૂચક ગણવામાં આવે છે જેથી કરીને
    સમુદ્ર તટ પર કે આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચિત કરતું સિગ્નલ છે.

     

  • 17 May 2021 11:24 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: સુરતનાં પુણા વિસ્તારમાં ઝુપડામાં રહેતા લોકોનું સ્થળાંતર

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: સુરતમાં વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને પાલિકા દ્વારા ઝુંપડામાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતના પુણા વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

  • 17 May 2021 08:17 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: નવસારીનાં જલાલપોર અને ગણદેવીનાં 16 ગામ એલર્ટ પર

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉતે વાવાઝોડાની શક્યતાના પગલે નવસારી જિલ્લામાં દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં જલાલપુર અને ગણદેવી તાલુકાના ૧૬ જેટલા ગામો એલર્ટ પર છે. માછીમારોને દરિયામાં ન જવા માટે અને કાચા ઘરોમાં રહેતા લોકોને પાકા ઘરોમાં સ્થળાંતર કરવાની કામગીરી તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે અને વાવાઝોડું ત્રાટકે તો એને ધ્યાનમાં રાખીને તંત્રે સાવધાનીના પગલાં લેવાની શરૂઆત કરી છે.

  • 17 May 2021 08:14 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: આવનારા બે દિવસ માટે જાફરાબાદ અને રાજુલાનાં ગામમાં કર્ફ્યુ લાદવામાં આવશે

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: વાવાઝોડાના પગલે અમરેલી જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. સાંજે કે 18મે વહેલી સવારે અતિ ભારે વરસાદની સંભાવના છે જેને પગલે રાજુલા-જાફરાબાદ દરિયાકાંઠાના 6 હજાર લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સવારે લો લાઇન એરિયાના કાચા મકાનના 17 હજાર લોકોનુ સ્થળાંતર કરાશે તો સરપંચ, તલાટી, રેવન્યુ સ્ટાફ અને ગ્રામસેવકોને ખડેપગે રહેવા આદેશ છે. આવતા બે દિવસ જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યૂ લાદવામાં આવશે.

     

  • 17 May 2021 08:05 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડા પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડાની અસરના પગલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના અરવલ્લી સુધી હળવો વરસાદ પડ્યો. વડોદરાના ડભોઈમાં ધૂળની ડમરીઓ સાથે ઝાપટુ પડ્યું તો દાહોદના લીમડી, ઝાલોદ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. ખેડાના કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું. અરવલ્લીના મોડાસા શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ગીર સોમનાથના તાલાળા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો.

    દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે. વલસાડના વાપી, પારડી, ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો તો ધરમપુરમાં તોફાની વરસાદને પગલે કેટલાક વૃક્ષ ધરાશાયી થઈ ગયા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. તાપીના વ્યારા, ડોલવણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. નવસારીના ખેરગામ, ચિખલી, જલાલપોરમાં પણ હળવો વરસાદ પડ્યો.

     

  • 17 May 2021 07:58 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: અમરેલી સહિત દિવનાં વિસ્તારમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડા વચ્ચે રાજુલા જાફરાબાદ તાલુકામા વહેલી સવારે  ભૂકંપનો આચકો સ્થાનિક લોકોએ અનુભવ્યો હતો. સવારે 03-33 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હતો કે જેની તિવ્રતા 4.5 હતી. ભૂકંપમાં કોઈ નુક્શાનનાં સમાચાર નથી. આ જ રીતે દિવમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

  • 17 May 2021 07:53 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુલિટી અને સિક્યોરિટીના એક્શન પ્લાન હેઠળ નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા કામગીરી શરૂ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડાની શક્યતાઓને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો એલર્ટ કરવામાં આવ્યો છે જેમાં સાવધાનીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. ઝીરો કેઝ્યુલિટી અને સિક્યોરિટીના એક્શન પ્લાન હેઠળ નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે નવસારી જિલ્લાના ૧૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં દાતી, વાસી, બોરસી, માછીવાડ,ઓનજલ માછીવાડ, કૃષ્ણપુર, મેઘર ભાટ અને ધોલાઈ બંદર જેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આજે સવારથી એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે સંભવિત અસરગ્રસ્ત ગામોમાં વહીવટીતંત્રના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખીને બેઠું છે

     

  • 17 May 2021 07:48 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: પોરબંદરનાં દરિયામાં સવારથીજ કરંટ, વરસાદી વાતાવરણ

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: વાવાઝોડાને પગલે પોરબંદરનાં વાતાવરણમા પલટો આવ્યો છે. કાંઠા વિસ્તારોમાં મોડી રાતથી પવન સાથે વરસાદ પડ્યો છે તો વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ વધ્યો છે. દરિયાઈ મોજામાં પણ ઊછાળો જોવા મળ્યો છે. પોરબંદરમાં આશરે ૫ હજાર લોકોનું સ્થળાંતર કરાવી દેવાયું છે. દરિયાકાંઠા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પોઝીશન લઈ લીધી છે.

     

  • 17 May 2021 07:43 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: આજે મધરાત સુધીમાં 150 કિમિની ઝડપે ટકરાઈ શકે છે વાવાઝોડુ તાઉ તે

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે વેરાવળથી 350 કિમી દૂર રહી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં તે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે.

  • 17 May 2021 07:39 AM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Mumbai: તાઉ તે વાવાઝોડાને પગલે ઑરેન્જ એલર્ટ જાહેર

    Cyclone Tauktae Tracker and Updates Mumbai : વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાને પગલે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું અને મહારાષ્ટ્રના રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું. મુંબઈમાં આજે વૅક્સીનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. આજે વધુ તેજ થઈ શકે છે તાઉ તે વાવાઝોડું

  • 16 May 2021 06:20 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: વાવઝોડા તાઉતે સામે લડી લેવા માટે સરકારનો એક્શન પ્લાન, એક પણ જણનો જીવ ન જાય તે માટે કવાયત

    Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાત પર તાઉ તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડાથીથી થનારા નુકસાનને ટાળવા વ્યાપક તૈયારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠે રહેતા દોઢ લાખ લોકોનું સ્થળાંતર રાત સુધીમાં કરવામાં આવશે. કાચા અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાશે. ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

    ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

     

  • 16 May 2021 06:14 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: પણજીની કોવિડ હોસ્પિટલમાં પાણી ઘુસતા દર્દીઓને કરાયા શિફ્ટ

    Cyclone Tauktae Tracker and Updates: ગોવામાં પણ તાઉ તેથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ.. અનેક વૃક્ષો ધરાશાયી.. પણજીની કોવિડ હોસ્પિટલમાં પાણી ઘુસતા દર્દીઓને કરાયા શિફ્ટ

Published On - 7:44 pm, Tue, 18 May 21