Cyclone Tauktae : વાવાઝોડાને પગલે ભારતીય આર્મી સજ્જ, જામનગરથી આર્મીની 12 ટુકડી પોરબંદર-દીવ જવા રવાના

|

May 17, 2021 | 7:51 PM

Cyclone Tauktae : તાઉ તે વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે. જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે.

Cyclone Tauktae : તાઉ તે વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે. જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. આ આર્મીની ટુકડીઓની ટીમ પોરબંદર અને દિવ ખાતે રાહત અને કામગીરીમાં જોતરાશે.

 

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાને પગલે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અને, આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.

તાઉ તે વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે.

Published On - 5:54 pm, Mon, 17 May 21

Next Video