Cyclone Tauktae : વાવાઝોડુ ટૌકટે 16મીથી ધમરોળશે દરિયો – હાલની ગતિવીધિ મુજબ ગુજરાત તરફ આવવાની સંભાવના

|

May 14, 2021 | 4:58 PM

Gujarat Weather Today : હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને 16મી મે સુધીમાં વાવાઝોડામાં ફરેવાશે. અને ઉતર ઉતર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જો કે હાલની ગતીવિધીના આધારે આ વાવાઝોડુ, ગોવા, મહારાષ્ટ્રની નજીકથી પસાર થઈને, ગુજરાત તરફ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં થઈ રહેલા વાતાવરણીય ફેરફારને કારણે, આગામી 24 કલાકમાં હવાનુ હળવુ દબાણ સર્જાશે. હવાનુ હળવું દબાણ સર્જાઈ ગયા બાદના 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તીત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અરબી સમુદ્રમાં આ વર્ષનુ પ્રથમ વાવાઝોડુ આકાર પામી રહ્યું છે. મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર પામ્યા બાદ, તે ઉતર-ઉતર પશ્ચિમમાં આગળ વધશે. પરંતુ વાવાઝોડામાં ફેરવાયા પહેલા જ દરિયામાં તેની અસર જણાઈ આવશે. જેના કારણે હવામાન વિભાગે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ના જવા માટે માછીમારોને ચેતવણી આપી દેવાઈ છે. જે માછીમારો હાલ દરિયામાં છે તેમને કિનારે પરત આવી બોલાવી લેવા માટે તંત્રને જાણ કરી દેવાઈ છે.

અરબી સમદ્રમાં હવાના હળવા દબાણથી લઈને વાવાઝોડા સુધીના વાતાવરણીય ફેરફારની અસર ભારતના દક્ષિણમાં દરિયાકાંઠો ધરાવતા રાજ્યો ઉપર સૌ પ્રથમ જોવા મળશે. ખાસ કરીને કેરળ, તામિલનાડુ, કર્ણાટકમાં આગામી 14થી 16 મે સુધીમાં વરસાદ વરસશે. કાઠા વિસ્તારમાં સામાન્ય કરતા વધુ ઝડપથી પવન પણ ફુંકાશે.

હવામાન વિભાગનું કહેવુ છે કે, હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને 16મી મે સુધીમાં વાવાઝોડામાં ફરેવાશે. અને ઉતર ઉતર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જો કે હાલની ગતીવિધીના આધારે આ વાવાઝોડુ, ગોવા, મહારાષ્ટ્રની નજીકથી પસાર થઈને, ગુજરાત તરફ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જે મોટાભાગે પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં અસર વર્તાવશે.

દરમિયાન છેલ્લા કેટલાક સમયમાં, અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા ગુજરાતની નજીક આવતા આવતા મધ્ય-પૂર્વના રાષ્ટ્રો ઓમાન તરફ ફંટાઈ જતા હોય છે. આ વાવાઝોડુ ટૌકેટેની ગતીવીધિ ઉપર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

Published On - 2:58 pm, Thu, 13 May 21

Next Video