Cyclone Tauktae Gujarat Update : સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકા જિલ્લા પ્રશાસને 51 ગામોમાં સેલ્ટર હોમ ઉભા કર્યા

|

May 16, 2021 | 3:41 PM

ગુજરાતમાં 19-20 મેના રોજ 'તાઉ તે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Cyclone Tauktae Gujarat Update : ગુજરાતમાં 19-20 મેના રોજ ‘તાઉ તે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 19 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના છે. સાથે જ વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ પર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ વિસ્તારના 51 ગામોમાં સેલ્ટર હોમ ઉભા કર્યા છે. જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. દરિયામાં ગયેલી બોટો બંદરો પર પરત ફરી છે. મત્સઉદ્યોગ વિભાગે લાઉડસ્પીકરથી સૂચનાઓ આપી છે. વાવાઝોડાને પગલે વિવિધ સ્થળોએ પોલીસ ની ટીમોને તહેનાત રહેશે. પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે.

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF એલર્ટ મોડ પર છે. કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી NDRF ની 44 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ તરફ વાવાઝોડાને લઇને વાયુસેના પણ તૈયાર છે. CM રૂપાણીએ દરિયાકિનારાના જિલ્લા કલેક્ટરોને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ આપી દીધા છે.

તાઉ તે વાવાઝોડાને લઈને સરકાર સતર્ક જોવા મળી રહી છે તે વચ્ચે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરાશે. ગુજરાતમાં NDRF ની 44 ટીમનું આગમન થઈ ચુક્યું છે. 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ગુજરાત રાજયમા બે દિવસ કોરોના વેકસિન લગાવવાની કામગીરી બંધ રહેશે. રાજય સરકારે તમામ કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, ડીડીઓ, આરોગ્ય અધિકારીઓને સૂચના આપી છે. તાઉતે વાવાઝોડાના પગલે 17 અને 18 મી તારીખે કોવિડ વેકસિન લગાવી શકાશે નહી. જો કોવિડ પોર્ટલ ઉપર 18 થી 44 અને 45 થી ઉપરના લોકોની એપોઈન્મેન્ટ લેવાઈ હોય તો તે રદ કરવા સૂચના આપવામાં આવી છે.

Next Video