Cyclone Tauktae Gujarat Update: ભરૂચમાં પણ તંત્રની વાવાઝોડાને લઈને તૈયારી, NDRF ની એક ટિમ દહેજના દરિયા કાંઠા વિસ્તારમાં તૈનાત કરાઈ

|

May 16, 2021 | 12:05 PM

સંભવિત સંકટને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. NDRF ની એક ટિમ દહેજના દરિયા કાંઠા વિસ્તારમાં તૈનાત કરાઈ છે. 22 સભ્યોની ટિમ દરિયાઈ કાંઠાના ગામોમાં તૈનાત કરાઇ છે.

Cyclone Tauktae Gujarat Update:  ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો તોળાતો ખતરો ગંભીર રૂપ લઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડુ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ‘તાઉ તે’ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે જિલ્લાઓમાં પણ તંત્ર એલર્ટ થઇ ગયું છે. સંભવિત સંકટને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. NDRF ની એક ટિમ દહેજના દરિયા કાંઠા વિસ્તારમાં તૈનાત કરાઈ છે. 22 સભ્યોની ટિમ દરિયાઈ કાંઠાના ગામોમાં તૈનાત કરાઇ છે.

ભરૂચના દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું છે. તો સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડા અંગે જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોને સાવચેત કરાયા છે. વાવાઝોડાની દહેશતના પગલે માછીમારોને પરત બોલાવાયા છે.

300 થી વધુ બોટ ભાડભૂત કાંઠે લંગારવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જંબુસર તાલુકામાં પ્રાંત અધિકારીએ મીઠાના અગરમાં કામદારોને ન જવા સૂચના આપી છે.  દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુ છે.

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF એલર્ટ મોડ પર છે. કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી NDRFની 24 ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો તોળાતો ખતરો ગંભીર રૂપ લઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડુ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ‘તાઉ તે’ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

Next Video