Cyclone Tauktae Gujarat Update: પોરબંદર-મહુવાની વચ્ચે ત્રાટકી શકે છે વાવાઝોડું

|

May 16, 2021 | 3:02 PM

Cyclone Tauktae Gujarat Update: આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

Cyclone Tauktae Gujarat Update: આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

‘તાઉ તે’ વાવાઝોડું 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે જે ટૂંક સમયમાં જ વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિણમશે.

 

રબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે.

દરિયા કિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે. હાલમાં પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ છે જો કે દરિયામાં હળવો કરંટ હોવાને લઈને સમુદ્રમાં 1થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. પોરબંદર ચોપાટી અને સમુદ્ર તટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. હાલમાં પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો થયો છે. 5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લંગારવામાં આવી છે.

કચ્છમા વધારાની એક NDRF ટીમને મોકલાઇ છે. કચ્છમા કુલ 3 NDRF ટીમ તૈનાત રહેશે. જખૌ,માંડવી અને મુન્દ્રામા ટીમો તૈનાત કરાશે તો સંભવત સ્થિતીને પહોચી વળવા SDRF ની એક ટીમ ગાંધીધામ તૈનાત રહેશે. કચ્છના 53 ગામોમા જરૂર પડે લોકોનું સ્થળાંતર કરાશે.

Next Video