Cyclone Tauktae Gujarat Update : ડાંગમાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ધોધમાર વરસાદ

|

May 16, 2021 | 3:54 PM

Cyclone Tauktae Gujarat Update : ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની ડાંગમાં અસર શરૂ થઇ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે

Cyclone Tauktae Gujarat Update :ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની ડાંગમાં અસર શરૂ થઇ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજ રોજ અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા જોરદાર વરસાદ વરસ્યો હતો. હાલ પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાની થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત થયા હતા.

નવસારી જિલ્લામાં તાઉ તે વાવાઝોડા ની અસર વર્તાઈ રહી છે જિલ્લાના ખેરગામ ,ચિખલી જલાલપોર અને નવસારી તાલુકામાં વરસાદની શરૂઆત થઇ છે.

વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાત પર તોળાતા તાઉ તે વાવાઝોડાના સંકટને પગલે દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. તમામ બંદરો પર કાંઠે વસતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. આગામી દિવસોમાં કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે.

Next Video