Cyclone Tauktae Updates Gujarat: ભાવનગરમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, નીચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ

|

May 16, 2021 | 6:55 PM

ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સમ્પૂર્ણ પણે એલર્ટ થઈ ચૂક્યું છે અને સલામતીના પગલાં ભરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સમ્પૂર્ણ પણે એલર્ટ થઈ ચૂક્યું છે અને સલામતીના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં નીચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે તમામ હોસ્પિટલો પર જનરેટર સેટ ઉભા કરી દેવામાં આવ્યા છે. દરિયામાંથી 473 બોટો પરત બોલાવી લેવાઈ છે. ભાવનગર કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાને લઈ સરકાર પણ સતર્ક બની ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે. ગુજરાતમાં NDRF ની 44 ટીમ પહોંચવાની છે. NDRF અને SDRF ની ટીમ સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તો 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Published On - 6:51 pm, Sun, 16 May 21

Next Video