Cyclone Tauktae : અમદાવાદ બાદ ઉ. ગુજરાતનો આવશે વારો, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં અસર પડશે

|

May 18, 2021 | 4:29 PM

Cyclone Tauktae :  હાલ મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની વ્યાપક અસર વર્તાઇ રહી છે. દીવમાંથી ઉના અને બાદમાં અમરેલીને ધમરોળ્યા બાદ વાવાઝોડું ધીમેધીમે આગળ વધ્યું છે. અમરેલીથી બોટાદ અને અમદાવાદ શહેરમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે.

Cyclone Tauktae :  હાલ મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની વ્યાપક અસર વર્તાઇ રહી છે. દીવમાંથી ઉના અને બાદમાં અમરેલીને ધમરોળ્યા બાદ વાવાઝોડું ધીમેધીમે આગળ વધ્યું છે. અમરેલીથી બોટાદ અને અમદાવાદ શહેરમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વાવાઝોડાની અસર બાદ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધશે. જેના ભાગરૂપે અમદાવાદથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ નોંધાશે.

અમદાવાદમાં આગામી 6 કલાક હજું ભારે : જિલ્લા કલેક્ટર

અમદાવાદ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 4 થી 6 કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરમાં ભારે વરસાદ અને વાવઝોડાની અસર દેખાશે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અમદાવાદીઓને ઘરમાં પુરાઇ રહેવાની સલાહ
અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, આગામી 6 કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન અને વરસાદ થશે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 35 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

DDOની નળસરોવર ખાતે મુલાકાતે
હાલ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક અસર પડી છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ નળસરોવરની મુલાકાતે પહોચ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ કાયલા ગામની મુલાકાત પણ લીધી છે. જયાં 62 પરિવારોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયા
તાઉ’તે સંભવિત વાવાઝોડાથી સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા છે.

લોકોને સુરક્ષિત રીતે અન્ય સ્થળોએ ખસેડાયા
તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના 4524 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

ધીમેધીમે સામે આવી રહ્યાં છે તારાજીના દ્રશ્યો

તાઉ-તે વાવાઝોડાએ ગતરાત્રીના ઉના પંથકના દરિયાકાંઠાથી પ્રવેશ કર્યા બાદ ભારે ખાનાખરાબી સર્જી છે. તેની હકકીતો ઘીમે ઘીમે આજે સવારથી સામે આવી રહી છે. જિલ્લામાં જુદા-જુદા સ્‍થળોએ બે હજાર જેટલા વૃક્ષો ધરાશાયી, 721 વીજ પોલો ધરાશાયી થવાની સાથે 329 ગામોમાં અંધારપટ અને ઉના-કોડીનારના એક-એક પરીવારો ઇજાગ્રસ્‍ત બન્‍યા હોવાનું તંત્રના પ્રાથમીક અહેવાલમાં સામે આવ્‍યુ છે. વાવાઝોડાએ ઉના શહેર અને પંથક ઉપરાંત કોડીનાર-ઉનાના દરીયાકાંઠાના ગામોમાં ભારે તબાહી સર્જી હોવાની દહેશતના એંધાણ સામે આવી રહ્યા છે.

Next Video