Ahmedabad: અમૂલના 75 વર્ષ, ડૉ. કુરિયનની 100 મી જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન

|

Nov 21, 2021 | 1:54 PM

Ahmedabad: અમૂલને વિશ્વ ફલક પર પહોંચાડનાર ડોકટર વર્ગીસ કુરિયનની 100 મી જન્મ જયંતી અને અમૂલના 75 વર્ષની ઉજવણી નિમિત્તે શહેરમાં સાયકલ યાત્રા યોજવામાં આવી.

Ahmedabad: અમૂલના 75 વર્ષ, ડૉ. કુરિયનની 100 મી જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન
Amul

Follow us on

Ahmedabad: અમૂલ (Amul) આજે એક મોટું નામ બની ગયું છે. પણ તમારામાંથી કેટલાને ખ્યાલ નહિ હોય કે અમૂલને આ સ્થળ પર પહોંચાડવા માટે કેટલા લોકોની મહેનત અને સમજદારી કામે લાગી હશે. તેમાના એક છે ડોકટર વર્ગીસ કુરિયન. જેમના અમૂલ પ્રત્યેના યોગદાન અને કામને લઈને આજે અમૂલ આ સ્થળે પહોંચ્યું છે. જેથી અમૂલ આવી ખાસ વ્યક્તિત્વ ધરાવતી અને તેમના યોગદાનથી મિકલમેનની પદવી મેળવનાર ડોકટર વર્ગીસ કુરિયનની (doctor verghese kurien) 100 મી જન્મ જયંતી નિમિતે ઉજવણી કરી રહ્યું છે. તેમજ કુરિયન જન્મદિવસ પર એટલે કે 26 નવેમ્બરને મિલ્ક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

અમૂલ દ્વારા ડોકટર વર્ગીસ કુરિયન કે જેમની જન્મજયંતિ 26 નવેમ્બરે છે. પરંતુ આ વર્ષે તેમના વિશે અને તેમના પ્રવાસ વિશે લોકો જાણે તે માટે થોડા દિવસ પહેલાથી ઉજવણી કરવામાં આવી રહી છે. અને તે અંતર્ગાય આજે માય બાઇક સેવા દ્વારા એક સાયકલ યાત્રાનું (Cycle rally) આયોજન કરવામાં આવ્યું હતું.

અમૂલ અને માય બાઇક દ્વારા 15 કિમો મીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી. જે યાત્રા શિવરંજનીથી શરૂ કરી IIM, વસ્ત્રાપુર, ગુરુદ્વારા, સિન્ધુભવન રોડ થઈ પરત વસ્ત્રાપુર થઈ શિવરંજની પુરી થઈ હતી. આ યાત્રામાં 150 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જે રેલીના અંતે દરેકને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તો સાથે જ કેટલાક લોકોને વિવિધ કેટેગરીમાં ઇનામ આપી સન્માનિત કરાયા હતા. જેમાં 2 યંગેસ્ટ રાઈડર, એથ્લેટીક્સ રાઈડર અને ઓલડેસ્ટ રાઈડરને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. તો સાયકલ રેલી માટે માય બાઈકે ફ્રી માં પોતાની સાયકલ રાઈડરને આપી હતી.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

અમૂલના મણિનગરના સેલ્સ મેનેજરની વાત માનીએ તો ડોકટર કુરિયનના સન્માનમાં વિવિધ દિવસે ઉજવણી થાય છે જ્યાં વિવિધ કાર્યક્રમો થાય છે. જેથી લોકો ડોકટર કુરિયન વિશે જાણતા થાય તેમના યોગદાન વિશે લોકો જાણે. અને તેમના આ પ્રયાસને અમૂલે હજુ પણ જાળવી રાખ્યો છે. જેથી મિલ્કમેન તરીકે જાણીતા થયેલા ડોકટર વર્ગીસ કુરિયન વિશે લોકો વધુમાં વધુ જાણી શકે.

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

આ પણ વાંચો: Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ

Next Article