Suratમાં કોરોનાએ રફ્તાર પકડી હોવા છતા, કોર્ટ બહાર ભારે ભીડ

|

Mar 19, 2021 | 3:26 PM

એક બાજુ સુરતમાં (Surat) કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં રેડ ઝોનમાં આવેલી તમામ સરકારી ઓફિસમાં લોકોની અવર-જવર પણ વધારે જોવા મળી રહી છે.

એક બાજુ સુરતમાં (Surat) કોરોનાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે બપોર 12 વાગ્યા સુધીમાં કોરોના 226 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરત શહેરમાં 182 કેસ, જયારે જિલ્લામાં 44 કેસ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેરમાં જોવા મળે છે. તો સુરતના કોરોના સંક્રમણને પગલે તંત્ર દોડતું થયું છે.

સુરતમાં રેડ ઝોનમાં આવેલી તમામ સરકારી ઓફિસમાં લોકોની અવર-જવર પણ વધારે જોવા મળી રહી છે. ત્યારે સુરત કોર્ટમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. સુરત કોર્ટ બહાર વકીલો અને અરજદારો મોટી સંખ્યામાં એક જ સમયે ઉમટી પડતા રસ્તા પર ટ્રાફિક થઈ ગયો હતો. સુરત કોર્ટમાં પ્રવેશનારા તમામ લોકોનું થર્મલગનથી ચેકિંગ કરવામાં આવ્યું અને નામ-નંબરની એન્ટ્રી કર્યા બાદ જ કોર્ટમાં પ્રવેશ અપાયો હતો.જોકે આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

નોંધનીય છે કે, કોરોના સંક્ર્મણને ઘટાડવા માટે શનિ રવિ મોલ-થીએટર પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં નાઈટ કર્ફ્યુના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરતમાં રાતે 9થી 6 નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે જ સિટીબસ અને બીઆરટીએસ પણ બંધ કરવામાં આવી છે. વધતા જતા કોરોના સંક્ર્મણને રોકવા માટે બાગ-બગીચા પણ બંધ કરવામાં આવ્યા છે.

Next Video