GANDHINAGAR : ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર પ્રધાન અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ સંસદીય ક્ષેત્ર બને તે માટે નિરંતર અને સાતત્યપૂર્ણ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોની લોકભોગ્ય સવલતો અને સુખાકારીમાં વધારો થાય તે દિશામાં શ્રી અમિતભાઇ શાહ દ્વારા એકનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. આ દિશામાં કરોડો રૂપિયાના ખર્ચે 200થી વધારે કામો પૂર્ણ થઇ ચુક્યા છે, જયારે અનેક કામો પ્રગતિમાં તેમજ આયોજન હેઠળ છે.
પૂર્ણ થયેલા, પ્રગતિમાં અને આયોજન હેઠળના કામોની વિગત
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસની હારમાળા સર્જતી આ શ્રૃંખલામાં સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કુલ રૂ 768.20 કરોડના ખર્ચે 232 જેટલા વિવિધ પ્રકલ્પો પૂર્ણ થઈને લોકાર્પિત થયેલ છે. જેમાં વોટર, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, હાઉસિંગ, રોડ રસ્તા, બ્રિજ-અંડરપાસ, બગીચાઓ, બિલ્ડિંગ્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ સામેલ છે. આ ઉપરાંત ઉકત શ્રેણીના રૂ.2873.44 કરોડના 186 જેટલા કાર્યો પ્રગતિમાં અને રૂ.1801.68 કરોડના 168 જેટલા વિવિધ આયામો આયોજન હેઠળ છે.
સ્પેશ્યલ પ્રોજેક્ટ્સની વિગતો
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ અંતર્ગત પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ,ગાંધી આશ્રમ પ્રેસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ,જાસપુર ખાતે 200 એમ.એલ. ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર વોટર વર્કસથી વૈષ્ણો દેવી સુધી ટ્રંક મેઈન લાઇન્સ, સિમ્સ હોસ્પિટલ ફોર લેઇન રેલવે ઓવરબ્રિજ, છારોડી તળાવ ડેવલોપિંગ, ફાટક મુક્ત અમદાવાદ મુહિમ હેઠળ અંડરપાસ અને ઓવરબ્રિજ નિર્માણ તથા સ્ટેડિયમ વોર્ડમાં વાડજ સ્મશાનગૃહ અદ્યતન કરવાનું કાર્ય સહિતના પ્રકલ્પો પ્રગતિમાં છે.
આ ઉપરાંત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સ્પેશિયલ પ્રોજેક્ટ હેઠળ રૂ130.91 કરોડના ખર્ચથી તૈયાર થયેલ વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગ રોડ સમાંતર જુદા જુદા વ્યાસની ટ્રંક મેઇન્સ નાખવાનું કાર્ય સંપન્ન થવાથી રીંગ રોડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી વિતરિત થઈ રહ્યું છે.
આ ઉપરાંત રૂ. 583.99 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ, રૂ.273.67 કરોડના ખર્ચે ગાંધી આશ્રમ પ્રેસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રૂ.177.44 કરોડના ખર્ચે જાસપુર ખાતે 200 એમ.એલ. ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર વોટર વર્કસથી વૈષ્ણો દેવી સુધી ટ્રંક મેઈન લાઈન, રૂ.70.89 કરોડના ખર્ચે સિમ્સ હોસ્પિટલ ફોર લેઇન રેલવે ઓવરબ્રિજ, રૂ.5.26 કરોડના ખર્ચે છારોડી તળાવ ડેવલોપિંગ, રૂ.4.50 કરોડના ખર્ચે ફાટક મુક્ત અમદાવાદ મુહિમ હેઠળ અંડરપાસ અને ઓવરબ્રિજ નિર્માણ તથા રૂ. 14.95 કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડમાં વાડજ સ્મશાનગૃહ અદ્યતન કરવાનું કાર્ય સહિતના પ્રકલ્પો પ્રગતિમાં છે.
વિધાનસભા મતવિસ્તાર પ્રમાણેના વિકાસકામોની વિગતો
1)નારણપુરા વિધાનસભા ક્ષેત્રમાં વોટર, રોડ રસ્તા અને બગીચાના રૂ.63.3 કરોડના ખર્ચે કુલ 44 જેટલા કાર્યો પૂર્ણ થઈ લોકાર્પિત થયેલ છે. જ્યારે રૂ. 762.36 કરોડના ખર્ચે 21 જેટલા વિવિધ કાર્યો પ્રગતિમાં અને રૂ.51.17 કરોડના ખર્ચના કુલ 34 કાર્યો આયોજન હેઠળ છે.
2)સાબરમતી વિધાનસભામાં વોટર, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, હાઉસિંગ, રોડ રસ્તા, બ્રિજ-અંડરપાસ, બિલ્ડિંગ અને બગીચાના કુલ રૂ.76.4 કરોડ ખર્ચના 49 જેટલા જાહેર સુવિધાના કાર્યો પૂર્ણ થયેલ છે અને રૂ.393.48 કરોડના કુલ 27 કાર્યો પ્રગતિમાં અને રૂ.48.81કરોડના 34 કાર્યો આયોજન હેઠળ છે
3)ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં ઉકત શ્રેણીમાં રૂ. 160.78 કરોડ ખર્ચના 67 જેટલા કાર્યો પૂર્ણ થયેલ છે. જ્યારે રૂ. 933.84 કરોડ ખર્ચના 60 કાર્યો પ્રગતિમાં તથા રૂ.336.77 રોડના 54 કાર્યો આયોજન હેઠળ છે.
4) વેજલપુર વિધાનસભામાં નાગરિકોને રોજિંદા જીવનમાં સીધી રીતે સ્પર્શતા આયામોની સુવિધાઓમાં ઉતરોતર વધારા માટે રૂ.336.81 કરોડના 71 જેટલા કાર્યો પૂર્ણ થયા છે. જ્યારે રૂ.351.55 કરોડના 70 જેટલા કાર્યો પ્રગતિમાં અને રૂ. 329.83 કરોડના 42 કાર્યો આયોજન હેઠળ છે.
Published On - 5:25 pm, Wed, 1 September 21