સી.આર.પાટીલ સાબિત થયા લોકોના ‘ભાઉ’! એક દિકરીના ઓપરેશન માટે પિતાને કરી આર્થિક સહાય અને મા કાર્ડની મદદ

હાલ કોરોનાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવા છતાં લોકોની મદદ કરવાનું તેઓ ભૂલ્યા નથી અને પોતાની જીંદાદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રવિ ત્રિપાઠીની એક દિવસની બાળકીને અન્નન્નળીમાં સમસ્યા હોવાથી તેનું ઓપરેશન જરૂરી હતું. જો કે હોસ્પિટલ દ્વારા ઓપરેશનનો ખર્ચ લાખોમાં બતાવવામાં […]

સી.આર.પાટીલ સાબિત થયા લોકોના ભાઉ! એક દિકરીના ઓપરેશન માટે પિતાને કરી આર્થિક સહાય અને મા કાર્ડની મદદ
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:43 PM

હાલ કોરોનાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવા છતાં લોકોની મદદ કરવાનું તેઓ ભૂલ્યા નથી અને પોતાની જીંદાદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રવિ ત્રિપાઠીની એક દિવસની બાળકીને અન્નન્નળીમાં સમસ્યા હોવાથી તેનું ઓપરેશન જરૂરી હતું. જો કે હોસ્પિટલ દ્વારા ઓપરેશનનો ખર્ચ લાખોમાં બતાવવામાં આવ્યો હતો. પરિવાર આર્થિક રીતે સક્ષમ નહીં હોવાથી ઓપરેશનનો ખર્ચ ક્યાંથી કાઢવો તેની મૂંઝવણમાં હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સમયે તેમણે સી.આર પાટીલને વીડિયો કોલ કર્યો હતો અને હોસ્પિટલમાં હોવા છતાં આ વીડિયો કોલ રિસીવ કરીને સી.આર.પાટીલે તેમની વેદના સાંભળી હતી અને પરિવારની સ્થિતિ જાણ્યા બાદ સી.આર.પાટીલે તેમને 25 હજારની આર્થિક સહાય તેમજ ‘મા કાર્ડ’ કરાવી આપવાની મદદ કરી હતી. એક પિતાની વ્હારે આવીને સી.આર.પાટીલે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:25 pm, Sat, 12 September 20