
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ધોધની મુલાકાતે આવતા મુલાકાતીઓ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન કરતા પ્રતિબંધ લગાવાયો છે. હાલ વરસાદને લઈને ધોધની શરૂઆત થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. વધુ પડતા પ્રવાસીઓ આવતા તેમજ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન થતા સંક્રમણ વધુ ફેલાવવા અંગે સ્થાનિકોએ મામલતદારને રજુઆત કરી હતી. ઘોઘમ્બા મામલતદારે સ્થાનિકોની રજૂઆતને લઈને પ્રતિબંધ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:49 am, Thu, 20 August 20